________________
શ્રુત ઉપાસક રમણભાઈ
તેમના ગ્રંથો-જ્ઞાનસાર, અધ્યાત્મસાર, ફાગુકાવ્યો, જૈનધર્મ વિષયક લેખો વગેરે માટે તેમને D. lit. ની પદવી મળે તેવી તે ક્ષમતા ધરાવે છે એવું મંતવ્ય કેટલાક વિદ્વાનોનું છે. પણ રમણભાઈએ તે માટે કદી પ્રયત્નો કર્યા નહિ. આધ્યાત્મિક સાહિત્ય લેખનનો તેમનો હેતુ લૌકિક ન હતો.
૧૧૦
આયુષ્યના ૭૦ મા વર્ષે જાહેરજીવનના બધાં પદ છોડવા એવો નિશ્ચય તેમણે કર્યો. એ અનુસાર મુંબઈ જૈન યુવક સંઘનું પ્રમુખપદ છોડ્યું. સાથે સાથે ફાર્બસ ગુજરાતી સભા અને અધ્યાત્મ પ્રસારક મંડળનું પ્રમુખપદ, મહાવીર જૈન વિદ્યાલયનું મંત્રીપદ છોડ્યું. આ પદ મોભાવાળા અને માન વધારનાર હતા. પરંતુ નક્કી કર્યું હતું તેથી છોડ્યા. તેમના વિદ્યાર્થીઓએ તેમનો અમૃત મહોત્સવ ઊજવવા આગ્રહપૂર્વક સંમતિ માંગી પણ તેમણે સ્પષ્ટ રીતે ના કહી. કેટલીક નાની નાની બાબતોનો પણ ઝીણવટપૂર્વક વિચાર કરે. પર્યુષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ પછી તેના પ્રમુખનું સન્માન કરવા સંગીત અને ભોજન સહિતના મિલનનું આયોજન થતું. ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવાતું. પરંતુ પ્રમુખ તરીકેનું પોતાનું સન્માન તેમણે બંધ કરાવીને માત્ર પર્યુષણની ઊજવણી તરીકે જ તે ચાલુ રાખ્યું.
ચંદ્રક-એવૉર્ડ કે પુસ્તક માટેના પારિતોષિકો મેળવવા માટે પોતાની યોગ્યતા દર્શાવવા અરજી કરવી પડે તે કરતા નહિ. તેઓ માનતા કે સ્વાભાવિક ક્રમમાં મળે તે જ લેવું-સ્વીકારવું. એક મોટી સંસ્થાએ લખ્યું કે એવોર્ડ માટે તમારું નામ અમે નક્કી કર્યું છે. માત્ર તમારે અમારું ફોર્મ ભરવું પડશે ! રમણભાઈએ આભાર માની ફોર્મ ભરવાની વિનયપૂર્વક ના પાડી દીધી. આ વલણની પાછળ અભિમાન નહિ પરંતુ સિદ્ધાંત–નિષ્ઠા હતી. માગીને કે લાગવગ લગાડીને કે પોતાની યોગ્યતા જાતે રજૂ કરીને કશું મેળવવું નહિ.
તેમની સંશોધક દૃષ્ટિ ચારેબાજુ ઝીણવટથી ફરે. રાણકપુરના જૈન દેરાસરમાં ભીંત પરના કેટલાંક શિલ્પોમાં આલેખેલાં પાત્રોની ઓળખ માટે મહેનત કરે અને લખે. તો ઓરિસ્સામાં ખંડગિરિ-ઉદયગિરિની ગુફાઓમાં બે હજાર વર્ષ પહેલાં લખાયેલા નવકાર મંત્રની લિપિ વાંચવામાં તેમને અખૂટ રસ પડે. અને આ બધું માત્ર જોઇને અટકે નહિ. તેના પર લેખ લખી માહિતી અનેક સુધી પહોંચાડે. કોઈ પણ પુસ્તક વાંચતાં વાંચતાં નવો વિચાર, નવી વિગત, કોઈ નવો અલંકાર, કંઈ પણ નવું જાણવા જેવું આવે ત્યારે મને બોલાવીને કહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org