________________
શ્રત ઉપાસક રમણભાઈ
૧ ૧ ૧
કારણ રખે ને હું એ નવું જાણવાથી વંચિત રહી જાઉં. હું પણ નવું કંઈક જાણું તો તેમને કહ્યું અને તેમને કહેવાથી કેટલીક વાર મારી સમજમાં નવો પ્રકાશ પડતો અને કંઈક નવું ઉમેરાતું. આમ, અમે એકબીજાને કંઇક નવું આપતા રહીએ અને આનંદ અનુભવીએ. રમણભાઇએ જીવનના દરેક ક્ષેત્રમાં પોતાનું ઉત્તમોત્તમ આપ્યું છે. તેમણે વિવિધ પ્રકારનું વિપુલ સાહિત્ય સર્યું છે. કોઇ પણ વિદ્યાર્થી તેનો અભ્યાસ કરી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી શકે એવી ક્ષમતાવાળું એ સાહિત્ય છે. તેમણે જિનતત્ત્વના આઠ ભાગમાં જૈન ધર્મના વિવિધ વિષયોની તલસ્પર્શી છણાવટ શાસ્ત્ર વચનોના આધારે કરી છે. “જિનવચન'માં આગમોના વચનોનું હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એ ત્રણ ભાષામાં ભાષાંતર છે. કોઇપણ ધર્મ કે સંપ્રદાયની વ્યક્તિ વિના વિરોધે વાંચી શકે તેવું પુસ્તક છે, “જિનવચન'નું આકર્ષકમુખપૃષ્ઠ– ભગવાન પાર્શ્વનાથનું સાધના માટેના ચક્રોવાળું પ્રાચીન ચિત્ર તેની વિશેષતા છે. “ભગવાન મહાવીરનાં વચનોમાં આગમગ્રંથોમાંથી ભગવાનનાં વચનો વીણી સાદી સરળ ભાષામાં તે અનુરૂપ આધુનિક દૃષ્ટાંતો સાથે સમજાવ્યાં
જૈન ધર્મ-પરિચય પુસ્તિકામાં અત્યંત સંક્ષિપ્તમાં જૈન ધર્મની સમજણ આપી છે. એ પરિચય પુસ્તિકા એટલી લોકપ્રિય થઈ કે એની છ આવૃત્તિ થઈ. ઉપરાંત હિંદી અને મરાઠી ભાષામાં એનું ભાષાંતર પણ થયું. જૈન ધર્મ અને ભગવાન મહાવીર' પર અંગ્રેજીમાં લખેલી તેમની પુસ્તિકાનો ખૂબ પ્રચાર થયો છે.
પ્રભાવક સ્થવિરોમાં અને તિવિહેણ વંદામિ'માં સમસ્ત યુગ પર પ્રભાવ પાડનાર સાધુ-સાધ્વી મહારાજના અને શેઠ મોતીશા'માં મોતીશાના જીવનની ગૌરવપ્રદ ઘટનાઓનું ખૂબ સંશોધન કરી ચરિત્રો લખ્યાં છે.
વંદનીય હૃદયસ્પર્શ'માં પોતાના સંપર્કમાં આવેલી વિવિધ ક્ષેત્રની વંદનીય વ્યક્તિઓનાં ચિત્રો છે. આ વ્યક્તિઓની વિશેષતા, તેમના ઉમદા વાણી, વિચાર, વર્તન, તેમની આસપાસ વીંટળાયેલી આશ્ચર્યજનક ઘટનાઓ, કસોટીએ ચડેલા તેમના આદર્શો વગેરેનું આલેખન વાંચતા વિવિધ અનુભવોનો એક ખજાનો આપણી સમક્ષ ખૂલે છે. આ પુસ્તકના અનુક્રમમાં આ વિશિષ્ટ વ્યક્તિઓનાં નામો વાંચતાં આનંદ થાય. કેવી કેવી ઉત્તમ વ્યક્તિઓ સાથે તેમને સંબંધ બંધાયો હતો ! પુસ્તકનું શીર્ષક યથાર્થ લાગે.
જૈન ધર્મના વિષયો અને વ્યક્તિઓ ઉપરાંત તેમણે અન્ય વિષયોનું અને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org