________________
૧ ૧૨
શુત ઉપાસક રમણભાઈ
સાહિત્યના વિવિધ સ્વરૂપોનું ખેડાણ પણ કર્યું છે. “બેરરથી બ્રિગેડિયર' માં લશ્કરી ટ્રેઇનિંગના તેમના અંગત અનુભવો છે. સત્ય ઘટનાત્મક આત્મલક્ષી પ્રકારના અંગત અનુભવો સાથે રેખાચિત્ર અને ટૂંકી વાર્તા એ બે સાહિત્યસ્વરૂપોનો સમન્વય કરવાનો પ્રયોગ તેમણે કર્યો છે. સત્ય ઘટનાત્મક વસ્તુ સાથે સર્જનાત્મક સાહિત્ય-સ્વરૂપનો વિનિયોગ કરવામાં સર્જકતાના ઘણા અંશો અહીં જોવા મળે છે. આ પુસ્તકનાં રેખાચિત્રો યુવાન વર્ગને ખાસ કરીને સાહસપ્રિય યુવાન વર્ગને ગમે તેવાં છે.
પાસપોર્ટની પાંખે'ના ત્રણ ભાગમાં તેમાં પ્રવાસવર્ણન અને ટૂંકી વાર્તાના સાહિત્ય સ્વરૂપોનો સમન્વય કર્યો છે. પાસપોર્ટની પાંખે' પોતે કરેલા લગભગ ૭૦ દેશોના પ્રવાસના સ્વાનુભવનું અત્યંત રસિક ભાષામાં આલેખન કર્યું છે. “પ્રદેશે જયવિજય'માં અને ઑસ્ટ્રેલિયામાં સીડનીમાં PE.N. કૉન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયા હતા તેનું તથા ઓસ્ટ્રેલિયાના વિવિધ પ્રદેશોનું વર્ણન છે.
તેમણે આલેખેલા વ્યક્તિચિત્રોમાં કેટલું વૈવિધ્ય છે ! “બેરરથી બ્રિગેડિયર'માં બેરર-નોકરથી માંડી સર્વોચ્ચ પદે બેઠેલા લશ્કરી ગણવેશધારી ઓફિસરનું ચિત્રાલેખન છે. “કુમાર' માસિકમાં આ પ્રવાસ વર્ણન છપાયું હતું. “વંદનીય હૃદયસ્પર્શ'માં વિવિધ ક્ષેત્રની વંદનીય વ્યક્તિઓથી માંડી “પ્રભાવક સ્થવિરો'ના સાધુ મહાત્મા છે. “પાસપોર્ટની પાંખે' માં ત્રણ ભાગમાં ૭૦ દેશોની જુદા જુદા વર્ણ અને વેશની જુદી જુદી ભાષા બોલતી માનવસૃષ્ટિ છે. ટૂંકમાં બેટરથી માંડી દેશની સલામતી માટે જાન કુરબાન કરનાર લશ્કરી ઑક્સિરથી માંડી મુક્તિની આરાધના કરનાર દિગંબર સાધુ મહાત્મા આ સૃષ્ટિનાં સાચાં પાત્રો છે. આમ એમના સાહિત્યમાં વિવિધ વિષય અને વ્યક્તિનો વ્યાપ ઘણો મોટો છે.
વર્ષો પહેલાં લખેલાં “કુમાર” માસિકમાં છપાયેલાં એકાંકી “શ્યામ રંગ સમીપે'માં આધુનિક જીવનના પ્રશ્નોને ગૂંથી લીધા છે. “જૈન ધર્મ' ઉપરાંત “તાઓ દર્શન કર્યુશિયસનો નીતિ ધર્મ, બૌદ્ધ ધર્મ’ પર પણ પુસ્તકો લખ્યાં છે. બૌદ્ધ ધર્મ પર ઇંગ્લીશમાં લખેલી Buddhism, An Introduction' પુસ્તિકા ખૂબ પ્રશંસા પામી છે.
સાંપ્રત સહચિંતનના સોળ ભાગમાં વિવિધ પ્રકારના સાંપ્રત પ્રશ્નોનું ચિંતન છે. પ્રવાસ, શોધ-સફર, સાહિત્ય-વિવેચન. સંશોધન-સંપાદન, ધર્મ અને તત્ત્વજ્ઞાન વગેરેમાં વિવિધ વિષયો યથાશક્તિ એમણે ખેડ્યાં છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org