________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૧૩
જૈન લગ્નવિધિનો પ્રચાર થાય તે માટે બધા ફિકાને માન્ય એવી જૈન લગ્નવિધિની પુસ્તિકા પણ લખી છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની અનેક પ્રવૃત્તિમાંથી મહત્ત્વની બે પ્રવૃત્તિ છે. એક તે સંઘના મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે તેનું લેખન અને સંપાદન. બીજી તે પર્યુષણ વ્યાખ્યાનમાળાની વ્યવસ્થા અને તેનું સંચાલન. આ બન્ને પ્રવૃત્તિઓ શક્તિ, સૂઝ, સમય અને સમર્પણ માંગી લે છે.
‘પ્રબુદ્ધ જીવન’ માટે આવેલા લેખો વાંચવા, તેમાંથી પસંદ કરવા, કેટલાકને મઠારવા, ન વંચાય તેવા અક્ષરો ઉકેલવા, છપાયા પછી તેના બે થી ત્રણ વાર પ્રૂફ તપાસવા, સમયસર અંક પ્રગટ કરવો. આ બધાં સાથે સૌથી મહત્ત્વનું કામ તેનો અગ્રલેખ લખવો એ છે. આ બધું કામ, ઉપરાંત તેમાં ફોટા કે કવિતા ન છપાય, જાહેર ખબર ન લેવી, બીજે છુપાયેલો લેખ ન લેવો વગેરે સંઘે દોરેલી આ મર્યાદામાં રહીને કામ ક૨વું. ૨મણભાઈએ ૧૯૮૨ થી નિષ્ઠાપૂર્વક તે કર્યુ. આજે ‘પ્રબુદ્ધ જીવન’ની શિષ્ટ માસિકોમાં ગણના થાય છે અને દેશ અને વિદેશમાં તેનો અધિકારી વર્ગ તે રસપૂર્વક વાંચે છે. વિદેશમાં ઉત્તરોત્તર તેની માંગ વધતી રહી છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે સોળ કે અઢાર વ્યાખ્યાતાઓ શોધી તેમને પ્રસંગોચિત વિષયો આપવા, વ્યાખ્યાનના વિષયો નક્કી કરવા, સંક્ષિપ્તમાં વ્યાખ્યાતાની ઓળખ આપવી અને વ્યાખ્યાનને અંતે ઉચિત ઉપસંહાર કરવો, દર વર્ષે થોડા નવા વક્તા શોધવા, વ્યાખ્યાનો સમયસર પૂરા કરવા વગેરે. આ બધી પ્રક્રિયા મહેનત માંગી લે છે. રમણભાઈએ ૧૯૭૨ થી વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ સંભાળ્યું. બધાં વર્ષો એક પણ દિવસ ગેરહાજર રહ્યા વિના સંભાળ્યું. પરદેશથી આમંત્રણો મળતાં છતાં આ કાર્યને તેમણે છોડ્યું નહિ. પર્યુષણ નિમિત્તે આ વ્યાખ્યાનો થતાં હોવાથી જૈન ધર્મના વિષયો આવે એવો પ્રયત્ન સતત કરતા
રહ્યા.
છેલ્લા બાર મહિનાથી તેમની શારીરિક નબળાઈ વધતી જતી હતી. ૨૦૦૫ના ઓક્ટોબરના ‘પ્રબુદ્ધ જીવન'માં છેલ્લો લેખ એમણે લખ્યો.
આ બન્ને પ્રવૃત્તિ સફળ રીતે પાર ઉતારી શકે એવી શક્તિ તેમણે ડૉ. ધનવંતભાઈ શાહમાં જોઈ. તેઓ બન્ને વચ્ચે સંબંધ ગુરુ શિષ્યનો, અને સમર્પણ કરી શકે તેવા સ્નેહી સ્વજનનો છે. રમણભાઈ તેમને પોતાના નાનાભાઈ સમજતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org