________________
૧૧૪
શ્રત ઉપાસક રમણભાઈ
ધનવંતભાઈ કુશળ ઉદ્યોગપતિ છે પરંતુ મૂળ તો ગુજરાતી વિષયના અધ્યાપક અને સાહિત્યના આરાધક છે. તેમણે કવિ ન્હાનાલાલ પર શોધ નિબંધ લખી પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે અને કવિ કલાપી વિશે નાટ્ય ગ્રંથ પણ લખ્યો છે. સાહિત્યનું વાંચન, લેખન, મનન એ એમના રસનો વિષય છે. વિશેષતઃ આ પ્રકારના માસિક ચલાવવા અને વ્યાખ્યાનમાળા માટે જે ધગશ, હોંશ, સૂઝ, અભ્યાસનિષ્ઠા, સમય અને શક્તિનો ભોગ આપવાની તત્પરતા અને વફાદારી જોઇએ તે તેમનામાં જોવા મળે છે. તેમના મિલનસાર સ્વભાવને લીધે તેમની સાથે બંધાતા ઉમદા સંબંધો પણ તેમને સહાયક નીવડે છે.
૨૦૦૪ની વ્યાખ્યાનમાળામાં રમણભાઈ પ્રમુખસ્થાને હતા ત્યારે તેમણે કેટલીક જવાબદારી ધનવંતભાઈને સોંપી. ૨૦૦૫ની વ્યાખ્યાનમાળાની સંપૂર્ણ જવાબદારી તેમને સોંપી તે તેમણે સફળતાપૂર્વક પાર ઉતારી.
ઓક્ટોબરના “પ્રબુદ્ધ જીવનના અંકમાં ધનવંતભાઈએ મદદ કરી અને નવેમ્બરનો શ્રદ્ધાંજલિ અંક પૂરી ચીવટ સાથે તેમણે તૈયાર કર્યો. હવે રમણભાઈનો “સ્મરણાંજલિ’ અંક પૂરી લગન સાથે સમયનો, શક્તિનો ભોગ આપીને તૈયાર કરી રહ્યા છે. તેમાં રમણભાઈ પ્રત્યે તેમનો પ્રેમ અને આદરનું દર્શન થાય છે. રમણભાઈએ બહુ ઉચિત રીતે, વેળાસરતેમને પસંદ કર્યા. ધનવંતભાઈ યુવક સંઘના મંત્રી પણ છે. આ જવાબદારી સફળતાપૂર્વક પાર ઉતારશે જ એવી મને દઢ શ્રદ્ધા છે.
રમણભાઈ સાધક હતા. તેઓ માનતા કે લેખન, વાંચનથી જીવન સમૃદ્ધ થાય છે. સન્માર્ગની સમજણ પણ પડે છે. પરંતુ જીવનમાં ખરેખર ઊર્ધ્વગમન કરાવનાર તત્ત્વ તે પરમ તત્ત્વની સાધના છે તેથી તેઓ ઘણીવાર અર્ધી રાતે કે વહેલી સવારે ઊઠી આસન પર સ્થિર બેસીને સાધનામાં મગ્ન થતા. દિવસ દરમ્યાન પણ પોતાનું કામ કરતાં કરતાં સમય મળે સાધના કરી લેતા. આત્મશુદ્ધિ માટે પોતાના વિચારો અને કાર્યોને સૂક્ષ્મ રીતે અવલોકતા. જીવનના અંતિમ દિવસોમાં શારીરિક નબળાઈ વધતી જતી હતી. પરંતુ ચિત્ત ચિંતનમગ્ન રહેતું. ત્રણ દિવસ પહેલા વહેલી સવારે મને કહ્યું કે આજે આપણે ત્યાં ભગવાન મહાવીરનો જન્મ થયો. એમનું એ દર્શન એટલું પ્રબળ હશે કે મોઢા પર અવર્ણનીય આનંદ સાથે અમને બધાને એ વાત કરી અમારા સહુના હૈયામાં પણ આનંદ પ્રગટ્યો. મેં તેમને કહ્યું જલ્દી સારા સાજા થઈ જાવ તો આપણે જન્મોત્સવ કરીએ. તા. ૨૧ મી શુક્રવારે રાતે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. ૨૨ મીશનિવારનો દિવસ સારો ગયો. ૨૩મીએ રવિવારે સવારે પૂ.ડૉ. દોશીકાકાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org