________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૨ ૩
જે સંસ્થાઓને મુંબઈ જેન યુવક સંઘ તરફથી છેલ્લાં ૧૫ વર્ષમાં જે દાનો મળ્યાં હોય તે સંસ્થાઓની વિગતો લઈને તેની એક નાની ચોપડી બહાર પાડવી જોઈએ તેવું મને લાગે છે કે જેથી સ્વ. રમણભાઈનો વિચાર અને નેતૃત્વ તે તમામના વિકાસ પાછળ મુંબઈ જેન યુવક સંઘે લીધેલો સક્રિય રસ રહેશે, અને તે સ્વ. રમણભાઈને ઉચિત અંજલિ ગણાશે તેમ મને લાગે છે. તેમાં તે સમયે રમણભાઈએ જે પ્રવચનો આપ્યા હોય તેને પણ આવરી લેવા જોઈએ. આવી પુસ્તિકા પ્રગટ થશે ત્યારે તેનો દાખલો અન્ય સંસ્થાઓ પણ લેશે તેમ માનવાનું કારણ છે.
મુંબઈ જેન યુવક સંઘ એ ફક્ત જૈનોનો જ સંઘ નથી, પણ ઉદારવૃત્તિ વાળાઓનો સંઘ છે તે વાત સ્વ. રમણભાઈએ સંઘના પ્રમુખ તરીકે પૂરવાર કરી હતી.
* * * જૈન સમાજના અગ્રગણ્ય પ્રતિભાશાળી નેતા શ્રી રમણભાઈ જૈન સમાજના અગ્રગણ્ય પ્રતિભાશાળી નેતા હતાં અને અમારી સંસ્થાના આપ્તજન હતા. તેમના પ્રયત્નોથી જ પર્યુષણ પર્વ દરમ્યાન જૈન યુવક સંઘ મુંબઈ દ્વારા સંસ્થાની વિવિધ વિકલાંગલક્ષી પ્રવૃત્તિઓ માટે મોટું અનુદાન એકત્રિત કરી આપવામાં આવેલ .... જેના માટે સંસ્થા તેમની ઋણી છે.
T અનંત કે. શાહ પી. એન. આર. સોસાયટી, ભાવનગર
xxx જેન અને જેનેતર સમાજને એક તત્ત્વચિંતકની ખોટ પડી છે એક પ્રખર જિનદર્શનના તત્ત્વચિંતક તરીકેની છાપ તેઓના લખાણોમાંથી મળી રહેતી. તેઓના દેહવિલયથી એક તત્ત્વચિંતકની ખોટ જેન અને જૈનેતર સમાજને પડી છે. “પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત તેઓનો તંત્રીલેખ હું વારંવાર વાંચી મનન કરતો અને તેમાંથી મને આધ્યાત્મિક પ્રેરણા મળી રહેતી. જે મને સ્વાધ્યાયમાં ઉપયોગી નીવડતી.
T સુમનભાઈ શાહ, વડોદરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org