________________
૪૨૪
શ્રુત ઉપાસક રમણભાઈ
અપ્રમત્ત જે નિત્ય રે
D પન્નાલાલ ર. શાહ
અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોકે રે;
સાધુ શુધ્ધા તે આત્મા, શું મૂંડે શું લોચે રે ?
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની આ પંક્તિમાં અપ્રમાદી આત્માની વાત છે. રમણભાઈનું સમગ્ર જીવન જોનાર એમને સહેજે અપ્રમત્ત કહી શકે, સદાય અપ્રમત્ત રહીને રમણભાઈએ જીવનનો ઉજળો હિસાબ આપ્યો છે. એમણે જીવી જાણ્યું, ક્ષણોની કરકસર કરી અને જીવનની ઝોળીમાં અક્ષરધન ભરતા ગયા.
મારો એમની સાથેનો પરિચય ૧૯૬૫માં શરૂ થયો. તેમાં મારા લગ્ન નિમિત્તે તા.૨૫-૨-૧૯૬૮ના યોજાયેલ સત્કાર સમારંભમાં હાજરી આપી અમને આશીર્વાદ આપ્યા હતા. વખતોવખત મળવાનું થતું રહ્યું. પ્રત્યેક વખતે એમને મળતાં કંઈક નવું શીખવા મળ્યું. પહેલો જૈન સાહિત્ય સમારોહ જાન્યુઆરી ૧૯૭૭માં મુંબઈમાં યોજાયો. બીજો જૈન સાહિત્ય સમારોહ બે, ત્રણ અને ચા૨ ફેબ્રુઆરી ૧૯૭૯માં અમારા વતન મહુવામાં યોજાયો. એ રીતે પણ મારો એમની સાથેનો પરિચય ગાઢ થતો ગયો. એમની અને મારી વિદ્યાસંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય એક જ એટલે પણ પરિચય વધ્યો.
Jain Education International
૧૯૮૪માં પર્યુંષણપર્વની વ્યાખ્યાનમાળા પછી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કમિટી અને નિયંત્રિત સભ્યોને કોઈ સુંદર જૈન ધર્મનું પુસ્તક ભેટ આપવાનો મેં વિચાર કર્યો. રમણભાઈને વાત કરી. એમણે કહ્યું, ‘અન્ય કોઈ પુસ્તક આપવાને બદલે તમારા લેખોનું પુસ્તક તૈયાર કરો.' યુવક સંઘ એનું પ્રકાશન કરે એવી વ્યવસ્થા થઈ. એ રીતે મારું ‘નિરીક્ષણ અને અર્થઘટન’ પુસ્તકનું ઈ.સ.૧૯૮૬માં પ્રકાશન શક્ય બન્યું. (તેના આગોતરા ગ્રાહક બનીને સંઘ પર પ્રકાશનના ખર્ચનો બોજ ન આવે એવી તકેદારી મારા ચાહકોએ રાખી હતી એ અલગ બાબત છે.) અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈનો પણ ઉત્કર્ષ થાય, પોતાની સાથે કામ ક૨ના૨ સહકાર્યકરોનું પણ સહજ રીતે ધ્યાન રાખવું એ એમના સ્વભાવમાં હતું. જે કંઈ સહજ અને સરળ રીતે થાય એમાં એમને રસ હતો. સંવાદ એમનો
For Private & Personal Use Only
www.jainelibrary.org