________________
શ્રુત ઉપાસક રમણભાઈ
સ્થાયીભાવ હતો.
ત્યારબાદ ૧૯૮૪માં પર્યુષણ વ્યાખ્યાનમાળાને પચાસ વર્ષ પૂરાં થતાં હતાં. એક નોંધપાત્ર ઘટના હતી. એ નિમિત્તે મેં મુંબઈના અને ગુજરાતના વર્તમાનપત્રોમાં એ વિષે વ્યાખ્યાનમાળા વિષે લખ્યું, અને ‘અર્ધી સદીના આરે પર્યુષણ વ્યાખ્યાનમાળા' નામે મેં એક પુસ્તક તૈયાર કર્યું. જેનું પ્રકાશન પણ યુવક સંઘ દ્વારા શક્ય બન્યું. રમણભાઈની આ વિશાળ દૃષ્ટિ હતી. એમની સાથોસાથ અન્યનો વિકાસ થાય એ તરફ એમની ચોંપ રહેતી હતી.
૧૯૮૪માં આઠેક જૈન વિદ્વાનો, સાહિત્યકારો, કલાકારો યુરોપયાત્રા કરી શક્યા. એ બધાનો ખર્ચ આપનાર દાતાઓ મળ્યા. તે પાછળ પણ રમણભાઈની પ્રેરણા કારણરૂપ હતી.
૪૨૫
સરસ્વતી અને લક્ષ્મી વચ્ચે સંવાદ રચી નવનીત તારવવાનું એમનું લક્ષ્ય રહેતું. જે શક્ય થઈ શકે તેમ હોય તે કરવું અને એનો ભાર ક્યાંય વર્તાવા ન દેવો એ એમને આવડતું હતું. જીવનરસ વિકસાવવામાં એમને રુચિ હતી.
સંઘના કાર્યકરો કે સહાયકોમાંથી જેમણે વિમાનયાત્રા ન કરી હોય તેમને અનુકૂળતાએ એ સંયોગ રચી આપી બીજાને થોડોક રોમાંચક આનંદ અપાવવાનું એમની દૃષ્ટિમાં હતું. નાની દેખાતી વાતોમાં એમની વિચારધારાની છાપ ઉપસતી હતી.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જેવી સમર્થ અને ખ્યાતનામ વ્યક્તિ પછી સંઘના પ્રમુખ કોણ બને એ મોટો પ્રશ્ન હતો. તે વખતના સંઘના ઉપપ્રમુખ સ્વ. શ્રી રસિકભાઈ ઝવેરીએ પોતે પ્રમુખપદ ગ્રહણ ન કરતાં, સામે ચાલીને, રમણભાઈનું હીર પારખીને એમને પ્રમુખ પદ માટે આગ્રહ કર્યો. સંઘને કુશળ સુકાની મળ્યા. રમણભાઈના પ્રમુખપણા હેઠળ સંઘે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા. સેવાના ક્ષેત્રોમાં વધુ નક્કર કાર્ય કર્યું. રસિકભાઈ ઝવેરીએ યોગ્ય વ્યક્તિ માટે યોગ્ય સ્થાન ખાલી કરીને પોતાના મનની મોટાઈ અને લોકશાહીની સાચી રસમ દેખાડી.
એક વખત યુવાલેખિકા મનોજ્ઞા દેસાઈએ મને જિજ્ઞાસાવશ પૂછ્યું હતું કે, ‘રમણલાલ ચી. શાહ એટલે તેઓ શું ચીમનલાલ ચકુભાઈના પુત્ર ને ?’ મેં હસીને કહ્યું કે, ‘એ ચીમનલાલના દીકરા ખરા પણ ચીમનલાલ ચકુભાઈના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org