________________
૪૨
શ્રુત ઉપાસક ૨મણાભાઈ
નહિ. જેન યુવક સંઘમાં વંશ વારસા જેવું નથી, કે પિતા પછી એ પદે પુત્ર આવે. અહીં તો લોકશાહી જીવંત છે.”
સંઘના પ્રમુખ બન્યા બાદ કેટલાક વર્ષે રમણભાઈએ અયાચક વ્રતનો સંકલ્પ કર્યો હતો. સંસ્થા માટે દાન આપવા કોઈને શરમાવવું નહિ, કોઈની પાસે સામે ચાલીને માગવું નહિ અને દાન આપનાર પાસે કોઈ આગ્રહ ન કરવો. સંસ્થાઓ ચલાવનારાઓને ખ્યાલ હોય છે કે આ અઘરી વસ્તુ છે. કોઈ પણ સંસ્થા ફંડફાળા કે દાન વગર ચાલી ન શકે. માગવા જવું પડે. આગ્રહ કરવો પડે. પરંતુ રમણભાઈની સુવાસ, સંઘની પ્રવૃત્તિઓનું પરિણામ, કાર્યકરોની નિષ્ઠા એ બધાને કારણે દાન મળ્યાં, પ્રવૃત્તિઓ થઈ, વિસ્તરી, ફલવતી થઈ.
ઈ.સ. ૧૯૮૭માં ઈંગ્લેંડમાં લેસ્ટરમાં નવા બંધાયેલા દેરાસર નિમિત્તે ઓનરરી ડાયરેક્ટર તરીકે તેમને નિમંત્રણ મળ્યું હતું. એ નિમિત્તે એમને ઈંગ્લેંડ જવાનું થયું. એ દરમિયાન પ્રબુદ્ધ જીવન' અને પર્યુષણ વ્યાખ્યાનમાળાના આંશિક આયોજનની જવાબદારી મારે શિરે આવી. એ વખતે શ્રી યશવંત દોશીએ પ્રબુદ્ધ જીવન માટે એક લેખ મોકલ્યો હતો. જેમાં એક ધાર્મિક સંપ્રદાય વિશે કડક પણ વાજબી આલોચના હતી. અમારા ઘણા જણની ઈચ્છા હતી કે પ્રબુદ્ધ જીવનમાં આ લેખ છપાય. દરમિયાન અમે એ લેખની પ્રતિલિપિ રમણભાઈને યુ.કે. મોકલી અને અમારા મંતવ્યો જણાવ્યાં ત્યારે ફોન દ્વારા સંપર્ક સાધી એ લેખ યશવંતભાઈને પરત મોકલવા એમણે સૂચના આપી. ત્યાર બાદ એ લેખ એક આખાબોલા વર્તમાનપત્રમાં છપાયો અને એ સંપ્રદાયના ભક્તોએ ઘણું ટીકાત્મક લખી ગરમાગરમી કરી. રમણભાઈની એ દીર્ધદષ્ટિ યાદ આવે છે જેના કારણે યુવક સંઘ એ વિવાદમાંથી બચી શક્યો.
મહુવાની અસ્મિતા' પુસ્તકમાં મેં શ્રી પ્રવીણચંદ્ર ગમનલાલ ઝવેરીનો કરસનદાસ મૂળજી વિશેનો એક લેખ લીધો હતો. જેને કારણે ઘણી ટીકાઓ થઈ હતી અને પુસ્તક સળગાવવા સુધી મામલો પહોંચ્યો હતો. સાંપ્રદાયિક આળાઈનો અનુભવ પણ થયો હતો. અને રમણભાઈ પાસે લોકમાનસને સમજવાની જે સૂઝ હતી તેનો અનુભવ પણ યાદ આવ્યો હતો.
એક દાનવીર ભાઈ યુવક સંઘને સારી રકમનું દાન આપવા તૈયાર થયા હતા. પણ એ શરતી દાન હતું. ઘણાને લાગ્યું કે સ્વીકારી લઈએ પણ રમણભાઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org