________________
ક્ષત ઉપાસક રમણભાઈ
એવા શરતી દાનનો અસ્વીકાર કરી પોતાની મક્કમતા અને સ્પષ્ટ વિચારધારાનો પરિચય આપ્યો હતો.
જૈન ધર્મ અને કર્મ તત્ત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખીને એક બૃહદ નવલકથા લખવાની રમણભાઈની મહેચ્છા હતી જે પૂર્ણ ન થઈ. મેં ઘણી વાર વાતવાતમાં આ કાર્ય માટે એમને સ્મરણ કરાવ્યું હતું. એમના પુસ્તકની અર્પણની પંક્તિ જોશો તો સુંદર કાવ્યપંક્તિ વાંચવા મળશે. તેમની પાસે કવિત્વ શક્તિ પણ હતી છતાં તેનો અલગથી ઉપયોગ નહોતો કર્યો.
પાંચમો જૈન સાહિત્ય સમારોહ માંડવીમાં યોજાયો હતો. તેનું રિપોર્ટિંગ પ્રબુદ્ધ જીવન માટે મેં કર્યું હતું. તેમાં રમણભાઈના સાહિત્ય સમારોહના પ્રમુખ તરીકે એમના છપાયેલા પ્રવચનના આધારે એમણે જ સ્પષ્ટ ટીકારૂપ સાચી વાત કહી હતી તે મેં નોંધી હતી. રૂઢિચુસ્ત મિત્રોએ એ ટીકા સામે બળાપો કાઢ્યો ત્યારે રમણભાઈએ ખુલ્લા દિલથી એ વાત સ્વીકારી હતી અને મને જવાબદાર માની પોતે બચી શક્યા હોત પણ એમણે તેમ નહોતું કર્યું.
ઈ.સ. ૧૯૯૩ની વ્યાખ્યાનમાળામાં એમની સુપુત્રી વિદૂષી શૈલજાબહેનને અમારી શ્રી ગુજરાતી કેળવણી મંડળ અને અન્ય સંસ્થાઓ દ્વારા સાયનના શ્રી માનવ સેવા સંઘના સભાગૃહમાં યોજાતા પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતા તરીકે નિમંત્રણ આપેલું. નિર્ધારિત દિવસે એમનું સરસ વ્યાખ્યાન થયું. હવે એ દિવસોમાં પૂ. તારાબેનને સખત અને સતત તાવ રહેતો હતો. અને જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં એમનું છેલ્લા દિવસે પ્રવચન હતું. પણ અશક્તિ અને નબળાઈને કારણે તેઓ પ્રવચન આપી શકે એ સ્થિતિમાં ન હતાં. તા.૧ ૬-૯૧૯૯૩ના રોજ શૈલજાબહેનના વ્યાખ્યાન બાદ શ્રી ચીમનલાલ જે. શાહનો મારા પર ફોન આવ્યો અને એમના વ્યાખ્યાન વિષે અભિપ્રાય પૂક્યો અને યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં વૈકલ્પિક વ્યવસ્થામાં એ પૂરક વ્યાખ્યાતા તરીકે સ્વીકાર્ય બને કે નહીં. અમારો ઉત્તર સ્પષ્ટ હતો. આ અગાઉ પણ જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં એમને નિમંત્રણ આપવું જોઈતું હતું. અને તેઓને જ પૂ. તારાબેનની અવેજીમાં તા.૧૯-૯-૧૯૯૩ના રોજ નિમંત્યા અને તેમણે “શ્રદ્ધા પરમ દુર્લભ'' વિષે સરસ વ્યાખ્યાન આપ્યું હતું. પોતાના સ્વજનોને આગળ કરી ટીકારૂપ દષ્ટાંત ન બેસાડવું એમ રમણભાઈ માનતા હતા. એટલે એમને અત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org