________________
૪૨૮
ક્ષત ઉપાસક રમણભાઈ
સુધી નિમંત્રણ આપ્યું નહીં હોય એમ માનવું રહ્યું. આ પહેલાં શ્રી શૈલજાબહેને ઈ.સ. ૧૯૮૧માં જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ભગવાન મહાવીર વિષે સંસ્કૃતમાં દસેક મિનિટ પ્રવચન આપ્યું હતું.
પર્યુષણ વ્યાખ્યાનમાળા પછી એ પ્રસંગની ખુશીમાં જે પ્રમુખનું સન્માન કરવા જે પ્રીતિભોજન સંઘના સભ્યો માટે યોજાતું હતું તે રમણભાઈએ બંધ કરાવ્યું હતું અને પોતાનું સન્માન ન થાય પણ માત્ર વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિનો આનંદ ઉજવવાનું ચાલુ રખાવ્યું. જરૂર હોય ત્યાં નિર્લેપ રહેતાં એમને આવડતું હતું.
સંઘની મિટિંગ બાદ જે નાસ્તો રહેતો તે સંસ્થાના ખર્ચે નહિ પણ સભ્યોના ફંડથી થાય એવી પ્રથા એમણે પાડી હતી. સંસ્થા માટે જે પ્રવાસો કરવાના હોય તે માટે પણ સભ્યો દ્વારા ભંડોળ પ્રવાસ ફંડ વખતોવખત એકત્ર કરતાં. સંસ્થા પર ભાર ન આવે એ જોવાની આ એમની સૂક્ષ્મ દૃષ્ટિ હતી, આપણે સેવા કરીએ છીએ તો સ્વેચ્છાએ, સંસ્થા આપણો ખર્ચ ન ઉપાડે એ એમનો વિચાર હતો.
ગુજરાતના એક પ્રવાસ વખતે વડોદરામાં અમને ખબર પડી કે પ.પૂ. આચાર્ય ભગવંત રામસૂરીશ્વરજી મ.સા. પાસેના ઉપાશ્રયમાં છે. આચાર્ય ભગવંત એટલા બીમાર હતા કે કોઈને પણ મળવાની છૂટ ન હતી. પણ રમણભાઈનું નામ સાંભળતાં આચાર્ય ભગવંતે મળવાની ઈચ્છા પ્રગટ કરી. રમણભાઈએ આચાર્ય ભગવંતને જિજ્ઞાસાથી, જ્ઞાનની સાચીતરસથી નાની નાની બાબતોના પ્રશ્નો પૂછ્યા. એમને જાણવામાં રસ હતો. ઊંડાણમાં રસ હતો. જ્ઞાન સમૃદ્ધ કરવામાં રસ હતો.
સામાન્યરીતે હર સપ્તાહે અમારો ફોન દ્વારા સંપર્ક થતો રહેતો. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તઓ વાલકેશ્વરથી મુલુંડ રહેવા ગયા બાદ સંપર્ક રહ્યો નહીં, તેમ જ મને હૃદયરોગની તકલીફ થઈ તેમાં સને ૨૦૦૪માં એન્જિયોપ્લાસ્ટી અને ૨૦૦૫ના સપ્ટેમ્બર માસમાં બાયપાસ સર્જરી કરાવવી પડી એને કારણે એમની સંઘ દ્વારા યોજાયેલી શ્રદ્ધાંજલી સભામાં હાજરી પણ આપવાનું શક્ય બન્યું નહીં એનો વસવસો રહ્યો. તદ્દન અશકિતના કારણે લખવાનું શક્ય રહ્યું નહીં ત્યારે સાહેબના લાડકા વિદ્યાર્થી ડૉ. ગુલાબ દેઢિયાએ મારા નિવાસસ્થાને આવી બધા મુદ્દાઓ નોંધી શબ્દાંકન કરી આપ્યું ત્યારે આ લેખ તૈયાર થયો છે તે એમની વિશિષ્ટ સર્ગશક્તિનું દ્યોતક છે. અસ્તુ.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org