________________
શ્રત ઉપાસક રમણભાઈ
૪ ૨૯
મારા આજીવન વિદ્યાગુરુ,
[ રમેશ સંઘવી મુરબ્બી રમણભાઈના નામ આગળ સ્વ. શબ્દ મુકવાનું મન નથી થતું. કારણ કે એમને ક્ષરદેહ ભલે પંચમહાભૂતોમાં મળી ગયો. પરંતુ તેમને અક્ષરદેહ આજે પણ જીવંત છે, ધબકતો છે, ચૈતન્યમય છે.
રમણભાઈ ને હું મારા આજીવન વિદ્યાગુરુ ગણું છું. તેઓશ્રી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં મારા પ્રોફેસર તો હતા, પરંતુ અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ પર્યુષણ વ્યાખ્યાનમાળાના તેમના પ્રવચનોએ અને “પ્રબુદ્ધ જીવન'માંનાં તેમના લેખોએ મારા વ્યક્તિત્વના ઘડતર અને વિકાસમાં સિંહફાળો આપ્યો છે.
તેમનું વિપુલ સાહિત્ય ફક્ત આજની પેઢીને જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવનારી અનેક પેઢીને જેન ધર્મનું રહસ્ય સરળ ભાષામાં સમજાવી તેમના સંસ્કારોને પોષતું રહેશે.
મુરબ્બી ચીમનલાલ ચકુભાઈ શાહ, જૈન સમાજની અનેક સંસ્થાઓમાં ખૂબ જ અગ્રણી અને સક્રિય કાર્યકર્તા હતા. મુંબઈ જેન યુવક સંઘના તેઓ પ્રમુખ હતા અને પ્રબુદ્ધ જીવન'ના તેઓશ્રી તંત્રી હતા. એમના અવસાન બાદ તે જગ્યા માટે યોગ્ય વ્યક્તિની નિમણુંક અનિવાર્ય બની ગઈ હતી. તે સમયના પીઢ, કસાયેલ અને નિઃસ્વાર્થ સેવાભાવી ચીમનભાઈ જે. શાહ પર સહુની નજર હતી. પરંતુ તેમની પારખુ નજરમાં રમણભાઈ જ એ સ્થાન લેવા સહુથી યોગ્ય વ્યક્તિ હતી. ચીમનભાઈને પ્રમુખપદનો લોભ તો હતો જ નહીં, એટલે તેમણે શ્રી રમણભાઈને આગળ કર્યા. રમણભાઇએ તે જવાબદારી સંભાળી. એટલું જ નહીં પરંતુ શોભાવી અને દીપાવી.
શ્રી ચીમનભાઈ વ્યાખ્યાનમાળામાં ખૂબ જ મનનીય પ્રવચન આપતા. “પ્રબુદ્ધ જીવનમાં પણ તેમના ચિંતનમય લખાણો આવતા. રમણભાઈએ પણ આ પરંપરા ચાલુ રાખી. શ્રી ચીમનભાઈએ કદી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ નહોતું લીધું. તે જવાબદારી તેમણે પંડિત સુખલાલજી અને ત્યારબાદ શ્રી ગૌરીપ્રસાદ ઝાલાસાહેબને સોંપી હતી. ચીમનલાલ ચકુભાઈએ પોતાની હયાતીમાં જ ૧૯૭૨માં પૂ. ઝાલાસાહેબના સ્વર્ગવાસ પછી રમણભાઈને પર્યુષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org