________________
૪૩૦
શ્રત ઉપાસક રમણભાઈ
વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ સોપ્યું ને તેમણે જીવનના અંત સુધી શોભાવ્યું.
હું જ્યારે બી.એ.ના છેલ્લા વર્ષમાં હતો, ત્યારે જ શ્રી રમણભાઈના લગ્ન થયા હતા. અમારા વર્ગના વિદાય સમારંભ સાથે જ રમણભાઇને અભિનંદન આપવાનો સમારોહ પણ સાંકળી લેવાનું નક્કી કર્યું. અને શ્રી રમણભાઈ અને તારાબહેનને તેમાં હાજર રહેવાનું નિમંત્રણ આપ્યું. સંજોગવશાત્ કે પછી સંકોચવશાત્ તારાબહેન હાજર રહ્યા નહોતા. મારા સહાધ્યાયીઓ શ્રી સુરેશ દલાલ તથા શ્રી જગદીશ જોશીએ અભિનંદનના વ્યક્તિત્વના સમાપન વખતે શ્રી સુંદરમ્ની એક પંક્તિ ટાંકી હતી. “યાત્રા હજો શુભમુખી તવ ઉર્ધ્વગામી' અને ખરેખર રમણભાઇની જીવનયાત્રા શુભમુખી અને ઉર્ધ્વગામી જ બની રહી.
તેમની સ્મૃતિ પણ ખૂબ તેજ હતી. વર્ષો વીત્યા બાદ તેઓ મને મુંબઈ જેન યુવક સંઘની વાર્ષિક સભામાં મળ્યા, પરંતુ તેમણે મને ઓળખી લીધો.
તેઓ ખૂબ જ વિદ્વાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા છતાં તેમનામાં અભિમાનનો છાંટો પણ ન હતો. દરેકને તેઓ પ્રેમથી બોલાવતા. ઘણી વખત તેઓ પ્રતિષ્ઠિત મહાનુભાવો સાથે વાત કરતા હોય, એટલે તેમને બોલાવવામાં મને સંકોચ થતો તો તેઓ સામેથી મને “કેમ છો ભાઈ” પૂછી મારી સંભાળ લેતા. મને અહીં મુરબ્બી પરમાણંદ કાપડિયાની દીકરી ગીતાબહેનનું એક લીટીનું એક કાવ્ય યાદ આવે છે. સૂકાં પર્ણો વન ગજવતા, શાંત લીલા સદાયે.
આ પંક્તિ પ્રમાણે તેઓ સૂકા પર્ણ નહોતા, કે પોતાની આત્મશ્લાધા કરે. તેઓ લીલા પર્ણ સમાન હતા, જેમની હાજરી આખા વાતાવરણને રળિયામણું અને પુલકિત બનાવે. તેમના અવસાન બાદ પણ તેમની સ્મૃતિ તાજી અને લીલીછમ જ રહેવાની.
તેમની જીવનયાત્રા તો શુભમુખી અને ઉર્ધ્વગામી હતી જ, પરંતુ તેનો આત્મા એટલો બધો મહાન હતો કે મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે કે તેમની પરલોકયાત્રા પણ શુભમુખી અને ઉર્ધ્વગામી રહેવાની.
પરમકૃપાળુ પરમાત્મા તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના સાથે વિરમું છું.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org