________________
ચુત ઉપાસક રમણભાઈ
૪૩૧
રમણલાલ : મારા સહાધ્યાયી
આ નગીનદાસ શેઠ
હું અને ડૉ. રમણભાઈ અમે બન્ને શાળાના અભ્યાસ દરમ્યાન પાંચમીથી મેટ્રિક સુધી એક જ વર્ગમાં સાથે જ હતાં. રમણલાલને અને મને બન્નેને ગુજરાતી, સંસ્કૃત અને ધાર્મિક વિષયોમાં સારો એવો રસ હતો. મુ. શ્રી અમીદાસ કાણકિયા અમારા ગુજરાતીના એક ઘણા સારા શિક્ષક હતા. અને અમને બન્નેને ઘણા ઉત્સાહી રાખતા. રમણલાલનો “ગુજરાતીમાં રસ ઘણો ઊંડો હતો અને ટકી રહ્યો, જ્યારે મારો મંદ પડી ગયો. રમણલાલે આર્ટસમાં જઈ પોતાને ગમતા વિષયમાં ઘણું પ્રાધાન્ય અને મહત્તા મેળવ્યા અને હું કોમર્સમાં જઈ જુદી જ દિશામાં વળી ગયો.
સ્કલમાં સાથે હતા ત્યારે વિદ્યાર્થી સહજ મસ્તી તોફાનમાં ભેગા જ રહેતા અને ધાર્મિક વિષયના શિક્ષકને પજવવામાં આગળ રહેતા. તેઓ સ્વભાવે સરળ અને નમ્ર તો હતા જ પણ તોફાન કરવાની મારી સ્વાભાવિક પ્રવૃત્તિમાં આડકતરી રીતે ટેકો જરૂર આપતા.
કૉલેજકાળ દરમ્યાન અલગ અલગ અભ્યાસક્રમ હોવા છતાંય મહાવીર જૈન વિદ્યાલયમાં અમે બન્ને રૂમ પાર્ટનર હતા અને હોસ્ટેલમાં રહેતાં-જમતા-નિયમોનું પાલન કરવામાં થોડા મતભેદ હોવા છતાં દોસ્તી તો પાકી રહેતી. અમે બન્ને ટીખળ કરવામાં માનતા. હોસ્ટેલમાં Election વગેરેમાં ભાગ લેવા માગતા. વિદ્યાર્થીઓ અને એમની એ વિધિઓ શાંતિથી થવા દઇએ એ માટે અમારી રજા લેવા આવતા કે અમે એમને કોઈ મસ્તી-તોફાન વગર શાંતિથી એમનું વક્તવ્ય રજૂ કરવા દઈએ.
વિદ્યાલય છોડ્યા પછી મળવાનું ઓછું થઈ ગયું હતું. પરંતુ એક બીજાના સમાચાર મેળવવાનું તો ચાલુ જ રહ્યું હતું. ખાસ કરીને મિત્ર રતનચંદ ઝવેરી મારફત.
છેલ્લે વર્ષો જતા રમણલાલના સાહિત્ય ક્ષેત્રે ખાસ કરીને જૈન સાહિત્ય ક્ષેત્રે એમણે જે પ્રદાન કર્યું અને જે માન સન્માન અને પ્રતિષ્ઠા એમણે મેળવી એ જાણતાં જાણતાં મનોમન આનંદની અને ગૌરવની લાગણી અનુભવતો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org