________________
૪૩ ૨
શ્વત ઉપાસક રમણભાઈ
જીવનના થોડાં વર્ષો એમના સહાધ્યાયી રહેવાનો અને વિદ્યાલયમાં રૂમ પાર્ટનર તરીકે સાથે રહેવાનો આનંદ ખૂબ જ યાદ આવતો.
છેલ્લા વર્ષોમાં રમણલાલ સાયલા પૂ. લાડકચંદભાઈના શ્રીમદ રાજસોભાગ આશ્રમમાં જૈન ધર્મ વિષયક લેખો લખવા આવતા ત્યારે બે ચાર વખત સાયલા અને બે ચાર વખત સુરેન્દ્રનગરથી મુંબઈ જતાં ટ્રેઈનમાં સાથેની બર્થ મળતાં રાત્રે મોડે સુધી જૂની વાતો વાગોળતાં વાગોળતાં મોડું થતું ત્યારે તારાબહેન કહ્યા વગર રહી શકતા નહિ કે બહુ વાતો કરી–તો હવે સૂઈ જાવ.
રમણભાઈની શ્રદ્ધાંજલિ સભામાં એમના વિષે વિવિધ વક્તાઓએ જે કહ્યું તે સાંભળી–જાણીને મને મારા મનમાં ઘણો ગર્વ થયો કે આવી વ્યક્તિ મારા જીવનમાં મારો સહજ મિત્ર રહી ચૂકી હતી. પરમાત્મા તેમના આત્માને ચિર શાંતિ અર્પે.
* * * નમ્રતા અને જૂતા અમારા મનને સ્પર્શી ગઈ અમારી લાંબી સાહિત્યિક યાત્રાના પથ પ્રદર્શક મુશ્રી રમણભાઈના અરિહંતશરણ થયાના સમાચારે અમને ભારે આઘાત અને શોકમગ્ન કરી દીધા છે. પ્રથમ મુલાકાતે જ તેમની નમ્રતા અને જૂતા અમારા મનને સ્પર્શી ગઈ. તેમની સાદાઈ અને શાલીનતામાં અમને એક વિરાટ વ્યક્તિત્વનું દર્શન કરાવ્યું અને ત્યારથી જ મારા જેન સંદર્ભસાહિત્યના શ્રી ગણેશ મંડાયા. એમની જીવનશૈલીથી એ ભદ્ર પુરુષના પ્રેરક માર્ગદર્શન માટે અમે સતત તેમના સાંનિધ્યમાં રહી ઘણું મેળવ્યું.
1 નંદલાલ દેવલુક, ભાવનગર
x x x
સરસ્વતી સેવાથી આપણી વચ્ચે સદાયે જીવંત રહેશે. રમણભાઈ પોતાના લખાણોમાં આગમશાસ્ત્રનો આધાર લઈ ખૂબ જ લંબાણથી ને સમજાવટથી લખતા કે જે વાંચીને આપણાં મનમાં નવો પ્રકાશ પડતો. તેમના વિચારો ને આત્મા એટલા ઉચ્ચ હતા કે તેની ઊંચાઈ માપવાની આપણી શક્તિ નથી. તેઓ તેમની સરસ્વતી સેવાથી આપણી વચ્ચે સદાયે જીવંત રહેશે. I લક્ષ્મીકાંત જે. શાહ, ભૂતપૂર્વ મંત્રી સુરેન્દ્રનગર પત્રિકા'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org