________________
શ્વત ઉપાસક રમણભાઈ
૪૩૩
પ્રિય મિત્ર રમણભાઈ
[ રતનચંદ પી. ઝવેરી શાળા અને કોલેજમાં અભ્યાસ દરમ્યાન મારા મિત્રો જૂજ, પણ દરેક અસાધારણ હતા. મારા એક અસાધારણ, અનોખા, અદ્વિતીય મિત્ર તે ડૉ. રમણભાઈ ચીમનલાલ શાહ હતા. બાબુ પનાલાલ શાળા તથા સેંટ ઝેવિયર્સ કૉલેજમાં મારા સહાધ્યાયી હતા. સન ૧૯૪૧ થી ૨૦૦૫ સુધી અમારી મિત્રતા અતૂટ હતી. મને અને મારાં કુટુંબને ઘણું ગૌરવ છે. આજે રમણભાઈ આપણી વચ્ચે નથી !
મારો અભ્યાસ પૂરો કરી હું વેપારી ક્ષેત્રમાં જોડાયો. રમણભાઈ શિક્ષણમાં ઉચ્ચ પદો પ્રાપ્ત કરતા રહ્યા. સન ૧૯૫૨ માં અખાત્રીજ ને દિવસે રમણભાઈ તારાબેન શાહ સાથે વિવાહથી જોડાયા. ગુજરાતી સાહિત્ય ને જૈન તત્ત્વજ્ઞાન ક્ષેત્રે તેઓનું અજોડ અને બન્નેનું મિલન અપૂર્વ મિલન હતું.
રમણભાઈ પીએચ.ડી. થયા. તેઓ કેટલાયે મુમુક્ષો, સાધુ-સાધ્વી ભગવંતોને પીએચ.ડી. કોર્સ માટે શિક્ષણ આપતા રહ્યા. “પર્યુષણ વ્યાખ્યાનમાળા'માં સન ૧૯૭૨ થી પ્રમુખપદ શોભાવતા રહ્યા. સન ૧૯૮૨ માં “પ્રબુદ્ધ જીવન'નું તંત્રી પદ તેમને જૈન યુવક સંઘે સોંપ્યું ને આખર સુધી ત્રિવિધ પરિશ્રમ કરી પત્રને ઉચ્ચ કક્ષાએ મૂકી પોતે તંત્રી પદને સાર્થક બનાવ્યું.
પ્રભુ ! તારી સાનિધ્યમાં આવેલો “રમણભાઈનો આત્મા સર્વવિધ અમોને માર્ગદર્શન આપતો રહે ! એ પ્રાર્થના !'
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org