________________
૪૩૪
શ્વત ઉપાસક રમણભાઈ
પાસપોર્ટની પાંખે'ના સર્જક
| શકીલ ઠાસરિયા આશરે ચારેક માસ પહેલાં કોઈ શુભ ક્ષણે મારા હાથમાં સ્વ. શ્રી રમણલાલ ચી. શાહનું પુસ્તક “પાસપોર્ટની પાંખે' આવ્યું, પુસ્તક વાંચ્યું અને આ વાંચન સાથે હું તેમનાથી ખૂબ પ્રભાવિત થયો. આ પુસ્તકના વાંચન સાથે જ એક માત્ર પત્ર દ્વારા તેમની સાથે મિત્રતાના બીજ રોપાણા. આ બીજ વટવૃક્ષ બને તે પહેલાં તો શ્રી ડૉ. રમણલાલ ચી. શાહે આપણી વાડાવાળી દુનિયામાંથી વિરાટ સૃષ્ટિમાં વિહરવા મહાપ્રસ્થાન કર્યું. એ સમાચાર સૌ પ્રથમ પ્રસિદ્ધ સાંધ્ય દૈનિક “અકિલા'માં વાંચ્યાં. સમાચાર ખૂબ જ આઘાતજનક હતા. પણ પ્રભુ/ખુદાની ઈચ્છા પાસે આપણે સૌ લાચાર છીએ.
આમ તો શ્રી રમણભાઈ સાથેનો મારો પરિચય માત્ર ચાર પત્રો સુધી જ સીમિત છે અને રહ્યો. જો ગણતરી માંડો તો માત્ર ચાર પત્રોનું આદાન-પ્રદાન થયું. પણ આ ચાર પત્રો મન ઉપર જે અમીટ છાપ છોડી ગયાં તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. એમ કહી શકાય કે રૂબરૂ મળવાનું ન થયું હોવા છતાં પણ તેમની કલમ દ્વારા તેઓએ મારા પર પ્રેમનો ધોધ વરસાવી દીધો હતો. તેમના ભાવ અને પ્રેમને હજી પણ એ પ્રેરણાત્મક પત્રોનું વાંચન કરી હું અનુભવી શકું છું.
મારા હાથમાં આવેલ તેમનું પુસ્તક “પાસપોર્ટની પાંખે' વાંચ્યું. પુસ્તક દ્વારા તેમની નિષ્ઠા, તેમનો સિદ્ધાંતવાદી સ્વભાવ, તુલનાત્મક દૃષ્ટિ, પ્રખર બુદ્ધિમતા, દેશપ્રેમ, વિશ્વપ્રેમ અને માનવપ્રેમ વિગેરેનો મને અનુભવ થયો. આનાથી પ્રેરાઈ કોઈપણ જાતના જવાબની આશા વગર શ્રી રમણભાઈને તેમના લખાણને બિરદાવતો એક પત્ર લખ્યો. અને તરત જ જવાબમાં અનહદ પ્રેમની વર્ષા સાથે તેમનો ભાવભીનો પત્ર આવ્યો અને સાથે સાથે ભેટ તરીકે તેમણે લખેલ ત્રણ પુસ્તકો પણ આવ્યાં. મારા માટે આ એક અકલ્પનીય અનુભવ હતો. તેમના આ બધાં જ પુસ્તકો હું રસપૂર્વક વાંચી ગયો. અલ્પ પરિચયમાં પારકાને પોતાના બનાવી લેવાના સ્વભાવનો પરિચય થયો. તેમના જ્ઞાનનો વાંચન દ્વારા ખૂબ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org