________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૩૫
લાભ મેળવ્યો. અને મારા મિત્રોને પણ આ પુસ્તકો વંચાવ્યા. પુસ્તકો બધાને ખૂબ જ ગમ્યાં. પણ તેમના પ્રેમાળ સ્વભાવથી હું અને મારા બધા વડીલ મિત્રો તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા. મારા મમ્મી અમીનાબહેન કે જે ધાર્મિક પુસ્તકો સિવાય કંઈ વાંચતા નથી, તેઓએ પણ શ્રી રમણભાઈના પુસ્તકો રસપૂર્વક વાંચેલ હતા!! એક વિરાટ માણસનો ખૂબ જ સરળ અને સહજ પરિચય થયો. મનમાં એમ પણ થયું કે જો આવા મહાન અને સરળ માણસ જો સૃષ્ટિમાં વધુ પ્રમાણમાં વસતા હોય તો પૃથ્વીને સ્વર્ગ બનતાં વાર લાગશે નહિ.
તા. ૧૭-૧૦-૨૦૦૫ના રોજ તેઓનો પત્ર મળ્યો. પત્ર મળ્યો ત્યારે સ્વપ્ન પણ કલ્પના નહોતી કે આ તેઓનો છેલ્લો પત્ર બની રહેશે. આ પછી લગભગ અઠવાડિયે તેમના નિધન અંગેના આઘાતજનક સમાચાર વાંચ્યા. એક આત્મીયજનને (કે જેને કદી રૂબરૂ મળી શકેલ નથી) ગુમાવ્યાનો આઘાત લાગ્યો. જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેઓ મારી સમજ અને દૃષ્ટિ પ્રમાણે સાચા અર્થમાં પ્રબુદ્ધ ન હતા. મહામાનવ હતા. સિદ્ધાંતનિષ્ઠ કર્મયોગી હતા. એક સરળ અને સાલસ લેખક હતા. અને તેમના માટે એક વિશેષણ ખૂબ સરળતાથી આપી શકાય કે તેઓ સાચા અર્થમાં આજીવન શિક્ષક, આજીવન વિદ્યાર્થી અને સંનિષ્ઠ કેળવણીકાર હતા. આ મહામાનવ મારા પર એક યાદગાર અનુભવ અને કદી પણ ન વિસરાય તેવી અમીટ છાપ છોડી ગયા છે. પૈસાના મૂલ્યથી આંકો તો માત્ર ત્રણ પુસ્તકો (કે જેઓએ મને ભેટ તરીકે આપ્યા હતા) અને ભાવનાથી માપો તો અમૂલ્ય ત્રણ પુસ્તકો.
સ્વ-અર્થ માટે તો દુનિયામાં બધા જીવે છે, પણ પરમાર્થ માટે જીવે તેનું નામ રમણલાલ શાહ.
પ્રભુને, ખુદાને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કે તેઓના આત્માને શાંતિ આપે અને તેમના આત્મિયજનોને આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org