________________
૪૩ ૬
શ્રુત ઉપાસક રમણભાઈ
શિક્ષણશાસ્ત્રી, ધર્મજ્ઞાતા, સાહિત્યકાર
1 જવાહર ના. શુક્લ
The King is dead
Long live the king બ્રિટિશ સામ્રાજ્યના સમ્રાટનું જ્યારે નિધન થાય છે ત્યારે ઉપર પ્રમાણે જાહેરાત કરવામાં આવે છે.
આપણા સૌના મન, હૃદય અને લાગણીઓ પર જે શાસન કરતા હતા તે મુરબ્બી શ્રી રમણભાઈએ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે, નશ્વર દેહનો ત્યાગ કર્યો છે અને પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે.
મૃત્યુ જીવનની સૌથી મોટી સચ્ચાઈ છે, એટલે એનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. કિન્તુ કેટલીક જુદાઈ એટલી વસમી હોય છે કે આપણે હચમચી ઊઠીએ છીએ. શ્રી રમણભાઈનું આ જગતથી કૂચ કરી જવું એક એવી જ દિલને વલોવી નાખતી સચ્ચાઈ છે.
શ્રી રમણભાઈ એક અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા હતા, એક બહુમુખી પ્રતિભાના સ્વામી હતા. આટલા બધા ગુણો એક જ વ્યક્તિમાં જોવા મળે એ જવલ્લે જ બનતું હોય છે. કંઈ હજારો, લાખોમાં કવચિત કોઈ એક આવી વિરલ અને ગુણસંપન્ન પ્રતિભા જોવા મળતી હોય છે. આપણું એ સૌભાગ્ય છે કે આપણને સૌને આવી અદ્વિતીય, અજોડ, વિરલ અને ગુણસંપન્ન વ્યક્તિની નીકટતા પ્રાપ્ત થઈ. એમને નજીકથી ઓળખવાની, એમના પરિચયમાં આવવાની, એમના લાગણીઓથી છલોછલ ઊર્મીશીલ હૃદયની અનુભૂતિથી ભીંજાવાની તક સાંપડી.
શ્રી રમણભાઈ અને મારો પરિચય બહુ ઝાઝો નહિ, ૧૩-૧૪ વર્ષનો જ હતો. આ સમયગાળા દરમ્યાન તેમની અનેક ખૂબીઓથી હું પરિચિત થયો. તેઓ અદ્ભુત પારદર્શિતા ધરાવતા હતા. દરેક કામ ખૂબ જ ચીવટપૂર્વક અને ચોકસાઈ પૂર્ણ રીતે કરતા. દરેક સાથે તેમનો વ્યવહાર પ્રેમપૂર્ણ રહેતો. મે તેમને કદી ગુસ્સે થતા કે ક્રોધવશ મોટે અવાજે વાત કરતા નથી જોયા. નાનામાં નાના માણસ સાથે પણ તેઓ આત્મીયતાપૂર્ણ વર્તતા. ગુણવત્તા માટે સદા આગ્રહ રાખતા, દરેક કામ ઉત્કૃષ્ટ રીતે થવું જોઈએ એવું એમનું દઢપણે માનવું હતું.
તેમની અનેક વિશેષતાઓમાંની એક વિશેષતા એ હતી કે તેઓ પદલોલુપતાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org