________________
શુત ઉપાસક રમણભાઈ
૪૩૭
કોસો દૂર હતા. નિસ્પૃહભાવે પોતાને ભાગે આવેલું કાર્ય ચોકસાઈ અને ચીવટપૂર્વક કરતા. વાહ, વાહની કોઈ અપેક્ષા નહિ, કદરદાનીની કોઈ ખેવના.નહિ. પોતે ૭૦ વર્ષના થયા ત્યારે સ્વેચ્છાએ મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું તેમ છતાં સક્રિય રીતે તેની સાથે સંકળાયેલા રહ્યા અને વર્તમાન હોદ્દેદારોને પરામર્શ આપતા રહ્યા. થોડા મહિના પહેલાં, બીજી હરોળ તૈયાર કરવાના આશયથી એમણે ડૉ. ધનવંતભાઈ તિલકરાય શાહને “પ્રબુદ્ધ જીવનની એક પછી એક જવાબદારી સોંપવા માંડી અને પોતે ધીમે ધીમે એ ભારથી હળવા થતા ગયા
જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના તેઓ અઠંગ અભ્યાસી હતા. શિક્ષણશાસ્ત્રી હોવાના નાતે તેમણે કંઈ કેટલાયે શોધ-વિદ્યાર્થીઓને તેમના શોધકાર્યમાં માર્ગદર્શન આપ્યું હતું. અનેક સાધુ-સાધ્વીજીઓને તેમણે ધાર્મિક અભ્યાસ કરાવ્યો હતો.
પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે તેમના પહેલા પાનાના અગ્રલેખનું એક અલગ જ મહત્ત્વ હતું. કોઈની સાંભળેલી, અથવા વાંચેલી અથવા કાલ્પનિક વાતનો તેમાં કદી ઉલ્લેખ નહોતો રહેતો. પોતે જે રીતે કોઈના સંપર્કમાં આવ્યા હોય, તેમણે જે અવલોકન કર્યું હોય, જાતે અનુભવ્યું હોય તે જ વાતોનો, એમની વિશિષ્ટ શૈલીમાં એમાં ઉલ્લેખ થતો. અને એટલે જ એ લેખો ગુજરાતી સાહિત્યજગતમાં સીમાચિહ્નરૂપ બની ગયા છે. દરેક વસ્તુને જોવાની, પારખવાની, એનું મૂલ્યાંકન કરવાની એમની દૃષ્ટિ અલગ જ હતી. એમાં પ્રામાણિક્તા, તટસ્થતા અને ન્યાયબુદ્ધિ દષ્ટિગોચર થતા હતા. વળી પૂર્વગ્રહ કે દ્વેષભાવ તેમના લેખોમાં ક્યાંય કશે જોવા નહોતા મળતા.
એમના પ્રવાસ પુસ્તકો ખૂબ જ રોચક બન્યા છે. તેમણે જે જોયું, જાણ્યું, અવલોક્યું તેનું સુરેખ વૃત્તાંત એમાં જોવા મળે છે. આગળ કહ્યું તેમ એમની પોતાની એક વિશિષ્ટ દૃષ્ટિ હતી અને એને એમણે પોતાની વિશેષ રોચક શૈલીએ પાસપોર્ટની પાંખે' અને “પાસપોર્ટની પાંખ-ઉત્તરાલેખનપ્રવાસપુસ્તકોનું સર્જન
કર્યું.
શિક્ષણશાસ્ત્રી, ધર્મજ્ઞાતા, સાહિત્યકાર અને સૌથી વિશેષ એક નખશીખ સજ્જન, અપ્રમત્ત મહામાનવ અને ઉમદા સ્વભાવના સ્વામી શ્રી રમણભાઈ એમના હજારો ચાહકો, પ્રશંસકો, વાંચકોના દિલમાં વર્ષો સુધી જીવંત રહેશે એ નિઃશંક છે.
પ્રવાસ અને ભ્રમણના શોખીન શ્રી રમણભાઈ આપણને એકલા મૂકી અનંતયાત્રાએ કોઈ અજાણ્યા, અજ્ઞાત પ્રદેશમાં પોતાનો યાત્રા-શોખ પૂરો કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org