________________
૪૨૨
રચનાત્મક વિકાસને પંથે
I સૂર્યકાંત પરીખ
સ્વ. શ્રી રમણભાઈનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તેમણે મુંબઈ જેન યુવક સંઘને એક નવી દિશામાં વાળ્યો અને સમાજના જુદી જુદી જાતના વિકાસના કામો સાથે તેને જોડયો તે બાબત મારે મન બહુ જ મહત્ત્વની છે. શ્રી રમણભાઈએ છેલ્લાં વર્ષોમાં જૈન ધર્મના પ્રાચીન ગ્રંથો પર ચિંતન કરીને ઘણું લખ્યું. તે તેમની વિદ્વતાનો એક મહત્ત્વનો ભાગ ગણી શકીએ, જેઓને ધર્મની ફિલસૂફી અંગે ઊંડાણમાં ઉતરવાની ઈચ્છા હોય તેઓને માટે તેમના એ લખાણો ઘણાં મદદરૂપ થાય તેવા છે.
શ્રુત ઉપાસક રમણભાઈ
પરંતુ મોટાભાગના સમાજને ધર્મની એક જરૂરી દિશા કે પોતાના સુખમાંથી બીજાને પણ કંઈક આપવું તે દિશા તરફ મુંબઈ જૈન યુવક સંઘને તેમણે વાળ્યો એવું કહેવામાં આપણે તેમને યોગ્ય ન્યાય આપી શકીએ.
પર્યુષણ વ્યાખ્યાનમાળા એ મુંબઈ જૈન યુવક સંઘનું દર વર્ષે થતું એક મહત્ત્વનું કામ ગણાયું છે. તેમાં પણ તેમણે વિવિધ વિષયો ફક્ત જૈન ધર્મના જ નહીં પણ સામાજિક અને આર્થિક સમસ્યાઓને પણ લઈને સમાજ પાસે તેના વિદ્વાનોની મારફતે તે વિષયો મૂક્યાં, અને તેની એક મોટી સમજ ઊભી કરી.
પરંતુ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન ગુજરાતના વિકાસ માટે કામ કરતી જુદા જુદા વિસ્તારોમાં હોય તેવી સંસ્થાઓને શોધવી, તેઓને આર્થિક મદદ ક૨વા માટે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન દાન સ્વીકારવાની એક નવી જાતની પધ્ધતિ તેમણે ઊભી કરી અને દરવર્ષે એક સંસ્થાને દશ લાખથી માંડીને ૨૦ લાખની મદદ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન ભેગા કરેલાં દાનમાંથી આપીને કરી તેને હું ઘણું જ મહત્ત્વ આપું છું.
આ જાતના દાનથી દાન આપનાર લોકોના દાન લેનાર સંસ્થાઓ સાથે સીધા જોડાણ કર્યા, અને એક બીજાની ઓળખાણ ઊભી કરી એટલું જ નહીં પણ સંઘના પ્રતિનિધિઓને લઈને તે સંસ્થાઓને સ્થળ ૫૨ જઈને જ દાન આપ્યા. તે તો આપણા દેશમાં જડે નહીં તેવો જોટો છે. આ પરંપરા મુંબઈ જૈન યુવક સંઘ ચાલુ રાખે તો શ્રી રમણભાઈને બહુ સાચી અંજલિ ગણાશે તેવું મને લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org