________________
શ્વત ઉપાસક રમણભાઈ
૪૨ ૧
અખંડ જ્ઞાનયોગી રમણભાઈ
1 ગીતા પરીખ સ્વ. રમણભાઈ સાથેનો પરિચય મારા વિદ્યાર્થીકાળથી હતો. ત્યારે તારાબહેન (એમનાં પત્ની) સાથે અમારે કૌટુમ્બિક સંબંધ હતો. અમારા બેઉના પિતા (તારાબેનના પિતા શ્રી દીપચંદ ટી. શાહ, મારા પિતા શ્રી પરમાનંદ કાપડિયા) મુંબઈ જેન યુવક સંઘમાં સક્રિય કાર્ય કરતા હતા. હું અને તારાબહેન એક જ વર્ષે (જુદી જુદી કૉલેજમાંથી) બી.એ. તથા એમ.એ. થયાં ત્યાં સુધી અમારાં પરિણામો એક સાથે જ જાણવા મળતાં. તારાબહેનના સહાધ્યાયી રમણભાઈ હતા. એ બંને પ્રો. મનસુખલાલ ઝવેરીના ખૂબ હોંશિયાર વિદ્યાર્થીઓ હતા. અમે એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે રમણભાઈને જાણીએ. ત્યારે જીવનની પચ્ચીસીમાં પણ એ ધીરગંભીર વિદ્યાર્થી લાગતા હતા. એમના વિદ્યાપ્રેમમાં કયાંય ઉછાંછળાપણું નહોતું અને સતત વિકાસ કરતાં એ એક સારા પ્રોફેસર (ડૉકટર) તરીકે બહાર આવ્યા. એમનું જ્ઞાનપ્રદાન આખી જિંદગી ચાલ્યું. છેલ્લાં ૨૪ (ચોવીસ) વર્ષોથી તેઓ “પ્રબુધ્ધ જીવન'ના તંત્રી તરીકે રહ્યા તેથી તેમની સાથેના સંબંધનું સાતત્ય જળવાયું. તેમણે એક તંત્રી તરીકે અપ્રતિમ ચાહના મેળવી. એમનો જ્ઞાનયજ્ઞ જિંદગીના અંત સુધી ચાલ્યો.
પરંતુ તેમના જ્ઞાનયજ્ઞને તેમણે કર્મયજ્ઞ સાથે જોડયો, જ્યારે તેમણે મુંબઈ જૈન યુવક સંઘને ગુજરાતની રચનાત્મક અન્ય સંસ્થાઓને આર્થિક મદદ સાથે જોડયો. આવી સતત સરસ્વતી-આરાધના કરતી વ્યક્તિને સાદર પ્રણામ.
* * * ખૂબ જ ધાર્મિક વૃતિનાં સાચા સજજન અને અજાતશત્રુ સ્વર્ગવાસી રમણભાઈ મારા વડીલબધુ જેવા હતા. મારા લેખોને “પ્રબુદ્ધ જીવનમાં સ્થાન આપીને તેમણે મને ઘણો ઋણી બનાવ્યો છે. અને મેં તેનો ઉષ્માપૂર્વક ઉલ્લેખ મારા એક પુસ્તકની પ્રસ્તાવનામાં કરેલો જ છે. ખૂબ જ ધાર્મિક વૃતિનાં સાચા સજ્જન અને અજાતશત્રુ રમણભાઈ એક વિરલ મનુષ્ય
હતા.
| D ડૉ. હસમુખ દોશી, રાજકોટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org