________________
૪ ૨૦
શ્રુત ઉપાસક રમણભાઈ
બાબુ પનાલાલ સ્કૂલના અમે મિત્રો
| કાંતિભાઈ લ. વોરા
હું અને સ્વ. રમણભાઈ બાબુ પનાલાલ સ્કૂલમાં એક જ ક્લાસમાં હતા. ડૉ. કુમારપાળ દેસાઈએ રમણભાઈ માટેના લેખમાં સ્વ. મોગલસર માટે જે લખ્યું તે વાંચી તે સમયે મારા અભ્યાસકાળનો નજર સામે થયો.
“પ્રબુદ્ધ જીવન'નાં રમણભાઈના લેખો મને ગમતા અને તે માટે હું તેમને પત્ર પણ લખતો. ઉત્તરાધ્યાન સૂત્રમાં મૃગાપુત્રના અધિકાર અંગે તેમને લખેલા પત્રનો જવાબ લાગણીપૂર્વક આપેલો.
મેં લખેલું કે ૧૯૪૨ની નાસભાગમાં અમોને દેશમાં મોકલી આપ્યા. એટલે ત્યાં એક વર્ષ રહ્યા. એટલે મારો અભ્યાસ બગડ્યો. પણ તમે પ્રોફેસર અને તત્વચિંતક બન્યા અને હું વેપારી બન્યો. તેના જવાબમાં તેઓ તે સમયના સ્કૂલના દિવસો અને માસ્તરોના નામ આજે વર્ષો પછી યાદ કરી મને લખ્યા. ત્યાર પછી તેઓને કોલેજમાં કેટલાએ પ્રોફેસરો અને શિક્ષકોનો પરિચય થયો હોવા છતાં ૬૩ વર્ષ પહેલાની વાત શિક્ષકોના નામને લાગણીપૂર્વક યાદ કરે તે તેમની કેટલી મોટાઈ અને નમ્રતા છે તે ભૂલાતી નથી.
તેઓ અને શ્રીમતી તારાબેન અવારનવાર પ્રસંગોમાં મળતાં. અને તેઓ મુલુંડ રહેવા ગયા અને મે તબિયતના ખબર કાઢવા માટે ટેલીફોન કર્યો. તેઓએ ફોન પર લાગણીભરી વાતો કરી. આવા નિખાલસ, નિરાભિમાની અને ધર્મપ્રેમી માણસ કાયમ યાદ રહેશે.
“પ્રબુદ્ધ જીવન' સ્વ. પરમાનંદભાઈ કાપડિયાના સમયમાં અતિક્રાતિકારી જલદ અને કડક હતું. સ્વ. ચીમનભાઈ ચકુભાઈ શાહના સમયમાં રાજદ્વારી અને સરકારી સમાલોચના હતી. સાથે કોઈવાર ધર્મ પર લેખ આવતા. સ્વ. રમણભાઈ ઉમરમાં તેઓથી અતિ નાના હોવા છતાં તેમને “પ્રબુદ્ધ જીવન' મારફત લખાણને ધર્મમય બનાવ્યું હતું. તેમનાં જૈન તત્વ અને જૈન ધર્મ અંગેના વિચારો વાંચવા ઘણા જ ગમતા હતા, તેઓનું લખાણ કાયમ વાંચવા જેવું રહેશે.
તેઓ કાયમ યાદ રહેશે. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે, એ જ પ્રાર્થના.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org