________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૧૯
શિક્ષિત વર્ગના શ્રોતાઓને શ્રવણ કરતા જોયા મુ. રમણભાઈની જબાન દ્વારા જે સંસ્થાને દાન આપવાનું હોય તે સંસ્થાની વિગત કહેવાની તેમની પદ્ધતિ-સમજાવવાની કળા કે આવડત જોઈ આવા સંત સંસારી સાધુ જેવા રમણભાઈને વંદન સાથે શિર ઝૂકી ગયું કે બીજાના ભલા માટે આ પ્રતિભાસંપન્ન વિધાન વ્યક્તિ કેટલો શ્રમ લ્યે છે. તેમની કલમના જાદુ દ્વારા અને વાણીના અસ્ખલિત પ્રવાહ જેવી ભાષા દ્વારા જનતાને મુગ્ધ કરવાની કેવી તાકાત છે.
આ વખતે આશરે ૧૮ લાખ જેવી માતબર રકમ એકઠી થઈ. ભાવનગરમાં PN.R. સોસાયટીમાં આ રકમ અર્પણવિધિનો જ્યારે સમારંભ થયો તે ખૂબ જ શાનદાર બન્યો. મુ. મફતકાકા પણ ખાસ પધાર્યા. મુ. રમણભાઈ સંઘની મોટી ટીમ સહકાર્યકરો લઇને પધાર્યા. મને ખાસ કહ્યું કે આ વખતે તેની ઇચ્છા રૂા. પચીશ લાખ થાય તો રંગ રહી જાય. મેં તો તેઓને મારા ગુરુ માન્યા હતા. ગુરુની આજ્ઞા શિષ્યે પાળવી જોઇએ જ અને તેમના આશીર્વાદથી મેં ચાલુ સમારંભમાં જ પ્રયત્નો શરૂ કર્યા. સાત લાખ જેવી મોટી રકમ થોડા સમયમાં જ મર્યાદિત વ્યક્તિઓ વચ્ચે થાય તે આકરું હતું. છતાં મારી ઉપર ઇશ્વરની મોટી કૃપા છે. આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે છે. ખરેખર સારી રકમ ભેગી કરી માઇક પાસે ગયો. છતાં આંકડો પૂરો નહોતો થયો એટલે મુ. મફતકાકા સામે જોયું અને ખૂટતી રકમ માટે તેમની મંજૂરી મળી અને મેં ઉત્સાહપૂર્વક રૂા. પચ્ચીશ લાખ જાહે૨ કર્યા. તાળીઓના ગડગડાટ વચ્ચે મુ. રમણભાઈ અને પૂ. તારાબહેન ખૂબ જ ખુશ ખુશ દેખાતા હતા. આવી ૧૮-અઢારેક સંસ્થાઓને આજ સુધીમાં રૂા. અઢી કરોડ જેવી માતબર રકમ સ્વેચ્છાએ આવેલ ફંડ દ્વારા અર્પણ કરેલ છે.
પરદેશમાં લેસ્ટર (લંડન) પ્રતિષ્ઠા પ્રસંગે પણ હું વ્યવસ્થામાં અગાઉ ગયો હતો ત્યારે તેઓ સાથે સારો સત્સંગ થયો હતો—તેઓ કોઇનું લેતા નથી પણ તેમનું જ્ઞાન બીજાને આપે છે. મને ઘણું ઘણું પરદેશ વિશે જાણવા મળ્યું હતું. સાહિત્યનો ભંડાર તેમણે જનતાને ચરણે ધર્યો છે.
પરદેશના પ્રવાસ અંગેના ‘પાસપોર્ટની પાંખે' પુસ્તકોએ ઘણાં રેકોર્ડ તોડ્યા છે. ખૂબ જાણવાનો ખજાનો વાચકોને તેમણે પૂરો પાડ્યો છે. તેના કોઈ પુસ્તક માટે તેણે પોતાના હક્ક રાખ્યા નથી. ગમે તે તેનો ઉપયોગ કરી શકે છે. આવા ઉમદા અને ઉદાર દિલનો મહા માનવ ગુમાવતા આપણને સૌને ખૂબ જ દુઃખ થાય. પણ તેમને પ્રિય કાર્યો શરૂ રાખી સાચી શ્રદ્ધાંજલિ અર્પીએ. પરમ કૃપાળુ તેમના પવિત્ર આત્માને ચિરંજીવ શાંતિ અર્પે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org