________________
૪૧૮
શુત ઉપાસક રમણભાઈ
બી. હૉસ્પિટલ એટલે સમગ્ર ગુજરાતમાં જ નહીં ભારતમાં વધુ સંખ્યામાં ટી. બી.ના દર્દીઓની ભાવનગરના મહારાજાના જમીનના દાનથી સર્જન પામેલી સંસ્થા જ્યાં ૬૦૦ ઉપરાંત ટી. બી. ના દર્દીઓની સારવાર થતી. રમણભાઈ તે સંસ્થા આખી ટીમને રૂબરૂ લાવી બતાવી સાથે પાલિતાણા શત્રુંજયની યાત્રા કરાવી નક્કી કરાવ્યું કે તે વર્ષના પર્યુષણ વ્યાખ્યાનમાળાનું ફંડ આ સંસ્થાને આપવું. હું બધે સ્થળે સાથે જ હતો. મેં મુ. મફતકાકાના કહેવાથી આ સંસ્થા દેખાડવાનું કાર્ય માથે લીધેલ. પૂ. રમણભાઈને ખૂબ આનંદ થયો અને તે વર્ષનું ફંડ આશરે ૧૭ લાખ અર્પણ કરવાનો મેળાવડો મુ. મફત કાકાના અધ્યક્ષ સ્થાને
થરી હોસ્પિટલમાં જ યોજવાનું નક્કી થયું. ટી. બી. હોસ્પિટલના સંચાલકો શ્રી દુલેરાયભાઈ, શ્રી ગાંધી, શ્રી મનસુખભાઈ વકીલ, શ્રી ગુણવંતભાઈ વડોદરીઆ વગેરે ખુશી થયા અને આવા પ્રોત્સાહક સમારંભમાં પૂ. સંત શિરોમણી મોરારિબાપુ પધારે તો રંગ રહી જાય અને ખરેખર તે મુજબ સુંદર મેળાવડો ફંડમાં ભેગી થયેલી રકમ અર્પણ વિધિ માટે યોજાયો. પૂ. મોરારિબાપુના રૂબરૂ આશીર્વાદ મળ્યા. મુ. મરતકાકાએ અધ્યક્ષસ્થાને સ્વીકાર્યું અને ફલશ્રુતિ રૂપે મુ. રમણભાઈની ઇચ્છા એકવીશ લાખનો આંકડો થાય તો સારું તેમ કહ્યું અને મેં પ્રયત્નો શરૂ
ર્યા અને ખરેખર ઈશ્વર કૃપાથી ચાલુ સમારંભમાં જ ખૂટતું ફંડ પૂરું કરી પૂ. મોરારી બાપુના હસ્તે રૂ. એકવીસ લાખની થેલી સંસ્થાના પ્રમુખ શ્રી દુલેરાયભાઇને મુ. મરતકાકાની ઉપસ્થિતિમાં અર્પણ થઈ. આ બધાના મૂળમાં પૂ. રમણભાઇની દીર્ઘદ્રષ્ટિ અને આગવી સૂઝ હતાં.
આ જ રીતે મેં તેઓને ભાવનગરની વિકલાંગોની સંસ્થા PN.R. સોસાયટી એટલે પરસનબેન નારણદાસ રામજી શાહ તળાજાવાળા સોસાયટી ફોર રિલિફ એન્ડ રિહેબિલિટેશન ઓફ ધ ડિસેબલ્ડનું સૂચન કર્યું. આ સંસ્થા જેના ચેરમેન કાંતિલાલ નારણદાસ શાહ અને અધ્યક્ષ શ્રી દીપચંદભાઈ ગાર્ડી છે અને કાર્યદક્ષ માનદ્ મંત્રીશ્રી અનંતભાઈ કે. શાહ છે અને હું સ્થાપક ટ્રસ્ટીછું. તે દેશ અને પરદેશમાં તેના માનવતાના કાર્યોથી પ્રસિદ્ધ છે. તે સંસ્થાના જુદા જુદા વિભાગો જોવા અને પોલિયોના ઓપરેશન કરાતા તે હૉસ્પિટલ અને કૃત્રિમ પ્રભાકુટની વર્કશોપ દેખાડી જ્યાં એક નહીં બબ્બે પગ અને બબ્બે હાથ કપાયેલા હોય તેઓને નવું જીવન પ્રાપ્ત થાય તે રીતે ડૉ. વિજય નાયકની રાહબરી નીચે ચાલતા અને કામ કરતાં થયેલા દર્દીઓને નવપલ્લવિત જોયા. અને તેઓ તથા તેમની સમગ્ર ટીમ ખૂબ પ્રભાવિત થયા અને તુરત જ નિર્ણય કર્યો કે તે વર્ષનું વ્યાખ્યાનમાળાનું ફંડ PN.R. સોસાયટી ભાવનગરને આપવું. અમને ટ્રસ્ટીઓને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રૂબરૂ બોલાવ્યા અને અમે જ્યારે બુદ્ધીજીવીઓ, શ્રેષ્ઠીઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org