________________
શ્રુત ઉપાસક રમણભાઈ
જૈન શાસનના કીર્તિ કળશ
] મનુભાઈ શેઠ
રમણભાઈ એટલે જૈન શાસનનો ઝળકતો સિતારો પ્રકાશનનો પુંજ, સાહિત્ય સર્જક,
દર્શન ચારિત્રના સત્ત્વશીલ ઉપાસક સાહિત્યના સ્વામી
દેશ તથા સાત સમંદર પાર પરદેશમાં જૈન ધર્મના મર્મભર્યા પ્રવચનો દ્વારા શ્રોતાઓને મુગ્ધ કરનાર વિદ્વાન વક્તા.
શૂન્યમાંથી સર્જન કરનાર જન્મભૂમિ પાદરામાં ફક્ત ચા૨ ધો૨ણ ભણી પિતા ચીમનભાઈ સાથે મુંબઈ જવું પડ્યું. ઉચ્ચ અભ્યાસ દ્વારા તેજસ્વી તારલા તરીકે કૉલેજમાં Ph.D. ની ડિગ્રી સુધી પહોંચી પ્રાધ્યાપક બન્યા અને મુંબઈને કર્મભૂમિ બનાવી સિદ્ધિનાં શિખરો સર કર્યાં. સને ૧૯૫૩માં તેમના જીવનમાં પૂ. તારાબહેનના પગલાં થકી બન્નેનો જીવનબાગ ખીલી ઉઠ્યો અને પ્રસન્ન દામ્પત્યજીવનનું પ્રતિબિંબ જોતા આપણને આનંદ થાય તેવું તેમનું બન્નેનું જીવન હતું. મુંબઈ જૈન યુવક સંઘના મોવડી બન્યા. ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા તેમની વિદ્વતાના દર્શન થાય છે.
૪૧૭
સને ૧૯૮૬માં સમસ્ત ગુજરાત સૌરાષ્ટ્રમાંથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા મને યુરોપના પ્રવાસે મોકલવા તેઓએ જણાવ્યું ત્યારે મારું મન કેટલું પ્રફલ્લિત બન્યું હશે તે મને અત્યારે કલ્પના નથી થતી.
પરમાર્થ, પરગજુપણુ અને બીજાનું ભલુ કરવાની તત્પરતા તેમના અંતરમાં હંમેશાં ધબકતી રહેતી હતી. મારી સાથેના તેમના સુખદ સ્મરણોની થોડીક ઝલક આલેખું છું. પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા જનહિતાર્થે લાખ્ખો રૂા.નું ફંડ સ્વેચ્છાએ આપી જનાર દાતાઓ તેમની જબાનના જાદુ દ્વારા મોટી સંખ્યામાં હતા અને આવેલ ફંડનો કેવો સુંદર સદ્ઉપયોગ કરતા કે જરૂરિયાતવાળી આર્થિક રીતે પછાત સંસ્થામાં પોતે મુલાકાતે જાય, બધી ચકાસણી કરે પછી પોતાની યુવક સંઘની ટુકડીને લઈ જઈ બધું જ સમજાવે અને તે સંસ્થાને માટે આવેલ ફંડની રકમ સાદા સમારંભ દ્વારા આશરે પંદર લાખથી વધુ જેવી માતબર રકમની અર્પણવિધિ કરે.
મને યાદ છે કે આવા બે પ્રસંગો જે બન્નેમાં હું સંકળાયેલો હતો. ગ્રંથ૨ીની ટી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org