________________
૪૧૬
શ્રત ઉપાસક રમણભાઈ મોકલેલ. તેઓ વાંચીને એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે બીજા પાંચ પુસ્તકો, ફોરેન મોકલવા મંગાવેલ. આવી રીતે આધ્યાત્મિક જ્ઞાનના ફેલાવામાં તેમનો ફાળો વિશેષ હતો.
આવા ન્યાયપ્રિય વડીલ, તત્વને ઉંડાણથી જાણનાર, સાદા અને સરળ વ્યક્તિત્વવાળા રમણભાઈની ખોટ બધાને લાગશે. “પ્રબુદ્ધ જીવન'ના હવે પછીના લેખો વાંચતા તેમની ખોટ જરૂર લાગશે. આ પ્રસંગે મને એક શ્લોક યાદ આવે છે.
અનિત્યાની શરીરની! વૈભવો નૈવ શાશ્વતઃ
નિત્ય સનિહિત મૃત્યુઃ! કર્તવ્યો ધર્મ સંગ્રહ:/ દેહ અનિત્ય છે – વૈભવ-પૈસા સાથે રહેવાનો નથી, મૃત્યુ નિશ્ચિત છે તો તે મનુષ્ય ધર્મનો સંગ્રહ સિવાય કોઈ કર્તવ્ય તારા માટે રહેતું નથી. ૐ શાંતિ શાંતિ શાંતિ
આ જ * સમસ્ત જૈન સમાજને મોટી ખોટ ભાઈશ્રી રમણલાલભાઈના તો હું લગભગ છેલ્લા ૩૫ વર્ષ થયા પરિચયમાં છું અને અવારનવાર તેમને મળવાનું થતું હતું.
આવા વિદ્વાન અને જૈન શાસનના એક સફળ લેખક શ્રી રમણભાઈનું દુઃખદ અવસાન થતા કુટુંબીજનોને તો ખોટ પડે તે સ્વાભાવિક છે, પરંતુ સમસ્ત જૈન સમાજને મોટી ખોટ પડેલ છે.
D સોમચંદ પેથરાજ - ટ્રસ્ટી, ઓશવાળ ચેરિટિઝ, જામનગર
XXX રમણભાઈની સ્મૃતિ ચિરંજીવ રાખવા સ્તુત્ય વિચારણા તેમની સ્મૃતિમાં તેમના સમગ્ર સાહિત્યના સારરૂપ ગ્રંથો પ્રગટ કરી મુંબઈ જૈન યુવક સંઘે એક વિદ્વાન શ્રેયાર્થી શીત ગુણધર્મને શોભે તેવી ચિરંજીવ સ્મૃતિ સાચવવાનું યોગ્ય જ વિચાર્યું.
D મનુ પંડિત, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org