________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪ ૧૫
કર્તવ્યો ધર્મ સંગ્રહઃ વડીલ રમણભાઈ
L પ્રકાશ ડી. શાહ ભાઈ શ્રી રમણભાઈના મૃત્યુના સમાચાર, હું જ્યારે ઈઝરાઈલ મારી દીકરીને ત્યાં હતો ત્યારે મળ્યાં. રમણભાઈનું વિશાળ વ્યક્તિત્વ પ્રબુદ્ધ જીવનના તેમના લેખોથી જાણવા મળે છે. કોઈપણ વિષય ઉપર તેઓ લખતા હોય ત્યારે બરાબર ઊંડાણ પૂર્વક વિષયની છણાવટ કરતા. તેમના લેખો ઘણીવાર બે-ત્રણ વખત વાંચતો અને તેમનો નિગોદ ઉપરનો – લેખ પાંચ થી છ વાર વાંચ્યો હશે. આ લેખો જ્યારે પણ વાંચતો હોઉં, ત્યારે રમણભાઈ બોલતા હોય, તેમના જ અવાજમાં અને હું સાંભળતો હોઉ તેવો આભાસ થતો.
આમ તો રમણભાઈનું વજન ઘણું ઉતરી ગયું છે તેવા સમાચાર અમારા વડીલ મિત્ર શ્રી સી. ડી. શાહે ગાર્ડનમાં આપ્યા હતા. મારે ત્યારે “બાલી’ જવાનું હતું અને ત્યાંની એક જગ્યા વિષે જાણવું હતું. તેઓ પોલોમિ, મારા ધર્મપત્નીને દીકરી ગણતા હતા તેથી ફોન કર્યો ત્યારે નાદુરસ્ત તબિયત હોવા છતા ફોન ઉપર આવ્યા અને વ્યવસ્થિત જવાબ આપ્યો. તેઓએ દુનિયાના ઘણા દેશોની સફર કરી હતી અને ત્યાંના સંસ્મરણો અને કુદરત વિષે “પાસપોર્ટની પાંખે” પુસ્તકમાં લખતા.
જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં પર્યુષણ દરમિયાન રમણભાઈને સાંભળવા એક લહાવો હતો. દરેક વિષયને બરાબર ન્યાય આપતા. વ્યાખ્યાનનું આયોજન કરવામાં બે-ત્રણ મહિના બહુ જ વ્યસ્ત રહેતા અને બારીકાઈથી વ્યાખ્યાતા અને વિષય નક્કી કરતા. તેમનાં પત્ની તારાબેન અને પુત્રી શૈલજા વ્યાખ્યાનમાળામાં અવારનવાર વ્યાખ્યાન આપતાં અને તેઓને પણ સાંભળવા એક લહાવો હતો, તેનો યશ પણ રમણભાઈને મળે છે. યોગાનુયોગ રમણભાઈના ભાઈ પ્રમોદભાઈ, મારી સાથે “મહાવીર જૈન વિદ્યાલયમાં ભણતા હતા અને આમ તેમના આખા ફેમિલી સાથે મારે સારો પરિચય હતો.
રમણભાઈ તેમનું પુસ્તક છપાય ત્યારે તેની પ્રત લગભગ મને મોકલતા. આવી રીતે મેં એક છપાવેલ પુસ્તક દેવચંદજી કૃત, સ્તવન ચોવીશી “પ્રીતિની રીતિ આચાર્ય મહારાજ સોમચંદ્ર વિજયજી મારફત છપાવેલ અને રમણભાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org