________________
શ્રુત ઉપાસક રમણભાઈ
વિરાટ ભ્રમણામાંથી સ્વ-રૂપ દર્શનની સૂક્ષ્મ રમણામાં રમમાણ થવાનો. એ યાત્રાની ફલશ્રુતિરૂપે એમને આત્મદર્શન અને આત્મજ્ઞાન કેટલાં પ્રાપ્ત થયાં એ તો સ્વયં તેઓ જ કહી શકે. પણ દેવ ! એ જોગ - સંજોગ હવે કેવો ?
મન, વચન અને કર્મથી સાત્ત્વિક એવા આ સંસારસરસા પરંતુ એનાથી નિતાંત નિર્લિપ્ત એવા આ સાધક સાધુવેષ વિના પણ સાધુ-સ્થવિર હતા. કર્મક્ષય, કષાય જય અને વાસનાલયનું એમનાથી જુદું બીજું ઉદાહરણ ક્યાં શોધવું ? એમના જવાનો ગમ અવશ્ય છે પણ શોક કદાપિ ન હોય. હોય કેવળ એમણે મૂકેલા જીવનાદર્શનું અનુસરણ.
૨૨૩
‘પાસપોર્ટની પાંખે'ના યાત્રી શ્રી રમણલાલ શાહ અનંતની સફરે
‘પાસપોર્ટની પાંખે’ લેખમાળા દ્વારા ‘નવનીત સમર્પણના' વાચકોએ જેમની સાથે દીર્ઘકાળ સુધી વિશ્વભરની સફર માણી છે તેવા શ્રી રમણલાલ શાહનું તા. ૨૪-૧૦-૨૦૦૫ના રોજ દુઃખદ અવસાન થયું.
ચિપ્રવાસી રમણભાઈ પાસે પ્રવાસ કરવાની એક દૃષ્ટિ હતી. તેઓ કહેતા, ‘સંસ્મરણો અને અનુભવ લઈ જાઓ, ગુડવિલ છોડી જાઓ.’ ‘પાસપોર્ટની પાંખે’ ભાગ ૧-૨--૩ ઉપરાંત તેમની ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને ઉત્તરધ્રુવની સફરનાં રોચક પુસ્તકો પ્રગટ થયાં છે. આટલા પ્રવાસો કરવા માટે કેટલું વિસ્મય અને એ અનુભૂતિઓને વ્યક્ત કરવામાં કેટલી સ્થિર બુદ્ધિ જોઇએ !
આજીવન અધ્યાપક શ્રી રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતીના પ્રથમ અધ્યક્ષ હતા. મુંબઈના અધ્યાપકોની બે પેઢી તેમના હાથ નીચે તૈયા૨ થઈ. ગુરુનાં ગુરુ કહી શકાય તેવા શ્રી રમણભાઈએ તેમના વિદ્યાર્થીઓ તરફથી ખૂબ પ્રેમ, આદર અને શ્રદ્ધા મેળવ્યાં છે.
૭૯ વર્ષનું સાત્ત્વિક આયુષ્ય ભોગવનાર શ્રી રમણભાઈ છેલ્લા દાયકાઓ દરમ્યાન મુંબઈ જૈન યુવક સંઘના અગ્રણી તરીકે કાર્યરત હતા. ત્રેવીસ વર્ષ સુધી તેઓ ‘પ્રબુદ્ધ જીવન’ સામયિકના તંત્રી રહ્યા. ગુજરાતી સાહિત્ય અને જૈન ધર્મનાં મળીને ૧૧૫ થી વધુ પુસ્તકોમાં તેમના તેજસ્વી અને શાલીન વ્યક્તિત્વનો સાક્ષાત્કાર થાય છે.
તેમના જેવા માણસો હવે દુર્લભ થતા જાય છે. અનંતના દરબારમાં તેમને ચિરશાંતિ જ પ્રાપ્ત થાય એવો વિશ્વાસ છે. ‘નવનીત સમર્પણ' તરફથી આ સત્પુરુષને સ્નેહાદરપૂર્ણ શ્રદ્ધાંજલિ.
I નવનીત સમર્પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org