________________
૨ ૨ ૨
શ્રુત ઉપાસક રમણભાઈ
ચાન્સેલર પદ ઉપર મારી નિમણૂંક થતાં જ મને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપવાની સાથે જ એક સારા અને સફળ કુલપતિ થવા માટે મારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેનું યથોચિત માર્ગદર્શન પણ મને આપેલું. એ અરસામાં મને ફૂડ પોઈઝનિંગ થયાની ખબર મળતાં જ જૈન ધર્મદર્શનના એક મોટા અને મહત્ત્વની પરિસંવાદમાંથી સમય કાઢી મારી ખબર કાઢવા અને મને સુખશાતા પ્રબોધવા મારે બંગલે આવી પહોંચી કૃપાપ્રસાદસમી દેવમૂર્તિ આપી ગયેલા! મારા કુલપતિ કાળમાં એક સમયે મુંબઈમાં યોજાયેલાં મારાં વ્યાખ્યાનોમાં હું સંયોગવશાત્ ઉપસ્થિત રહી શકે એમ ન હતો ત્યારે મારે બદલે અવેજીમાં વ્યાખ્યાનો આપીને એમણે મને અને આયોજકોને મોટી મૂંઝવણ અને મુશ્કેલીમાંથી ઉગારી લીધા હતા. જ્યાંય મોટાઈ નહીં, અભિમાન નહીં, નરી મમતા, નિર્ભેળ વત્સલતા.
પીઢ અને પ્રોઢ તો એવા હતા કે એમની હાજરીમાં કોઈથી અજૂગતું વિચારીબોલી કે આચરી શકાય નહી. છતાંય શિશુસહજ સરળતા અને કુતૂહલ અને યુવા સહજ ઉદ્યમસાહસ એમનામાં હતા. એ કારણે જ તેઓ યાયાવર હતા. સુખાળવા આવાસ નિવાસ કરતાં એમને પ્રવાસો વધારે પ્રિય હતા. એટલે દેશ વિદેશોમાં એમણે કેટકેટલા યાત્રા પ્રવાસો કર્યા ! એક શિશુ, એક યુવાન અને એક પ્રૌઢના સંયુક્ત ગુણો એમનામાં એ વખતે પ્રગટતા રહેતા. એમની સાથે જેમણે યાત્રા પ્રવાસો કર્યા છે તેઓ જો મોં ખોલે તો ખ્યાલમાં આવે કે તેઓ વિચૂંભરની આ લટકાંલીલા સમજવા કેવા પર્યત્સુક હતા. દુનિયાભરના આવા યાત્રા પ્રવાસોમાં એમણે જે આનંદ ઉલ્લાસ માણ્યા એને ગુંજે ભરી રાખવાને બદલે પ્રવાસ પુસ્તકો લખીને એમણે સૌને ગુલાલ પહોંચાડ્યો ! પ્રસંગ,પરિસ્થિતિ, ઘટના, બનાવ, વ્યક્તિ, સંસ્થા સૌમાંથી જે કાંઈ સાર કાઢવા જેવો લાગ્યો તેઓ એ કાઢતા રહ્યાં. એ હેતુથી જ પાસપોર્ટની પાંખે અને “બેરરથી બ્રિગેડિયર સુધી' જેવાં પુસ્તકો કર્યા એ પુસ્તકો વિદ્યાલયોમાં પાઠ્યપુસ્તકો તો થયાં પણ નવાઈની વાત લોકોને એ લાગશે કે ધર્માલયોમાં એમની પારાયણો બેઠી ! એમ બન્યું છે એમાંની મોંઘી મિરાતને કારણે. રખેને એમના આવાં અનેક પુસ્તકો જોઈ કોઈ એમને રખડું ફિલસૂફ સમજે. આ બાહ્ય પ્રવાસો તો એમની આંતરિક યાત્રાના પૂરક અને સહાયકો હતા. બાહ્ય પ્રવાસોની સમાંતરે એમની આંતરયાત્રા ચાલતી. એનો પણ એક મકસદ હતો અને એ હતો – સારાય વિશ્વમાં પથરાયેલી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org