________________
શ્રત ઉપાસક રમણભાઈ
૨ ૨ ૧ એક ધ્યેય નક્કી કરી એને અનુરૂપ પોતાના જીવનનું પ્રારૂપ ઘડી એ મુજબની જીવનચર્યા ગોઠવી નિર્ધારિત રીતે અને માર્ગે તેઓ જીવ્યા. ઉંમરના ચોક્કસ તબક્કાએ જીવનકાર્ય અને પ્રવૃત્તિઓના પાશ અને બંધનો છોડતા જવાનું નક્કી કરી એ મુજબ પરિગ્રહ ત્યજતા ગયા, એ કારણે જ એમણે નોકરીમાંથી વયોચિત સેવાનિવૃત્તિ કાળ આવે એ પૂર્વે જ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગનું અધ્યક્ષપદ, એ નિમિત્તે મળતા લાભો અને સંસાધનો એમણે વહેલી સેવાનિવૃત્તિ લઈને જતા કરી દીધેલાં. એમના સમૃદ્ધ ગ્રંથાલયમાંના કીમતી પુસ્તકોને વારફરતી હાથમાં લઈ “હવે મને કાંઈ કામમાં આવનાર છે.” એમ પૂછી પૂછીને દાનમાં આપી દીધા હતા. પોતાની હયાતીમાં પોતાનાં પુસ્તકોના કોપીરાઈટ એમણે જતા કરી દીધા હતા. અરે મુંબઈ જૈન યુવક સંધનું પ્રમુખપદ, અન્ય અનેક સંસ્થાના નાનાવિધ પદો ઉપરાંત ઈન્ટરનેશનલ જૈન ચેરનું અધ્યક્ષપદ પણ નક્કી કર્યા મુજબ કાળક્રમે તેઓ છોડતા ગયા હતા. નાની નાની આસક્તિઓ, એષણાઓ અને નગણ્ય પ્રલોભનોમાં રાચતા મનુષ્યોની સામાન્યતા અને પામરતાની બાજુમાં એમના વ્યક્તિત્વ અને ચારિત્ર્યની આ અસામાન્યતા અને વરેણ્યતા નજરઅંદાજ થઈ શકે એમ નથી.
જૈન ધર્મદર્શનના તેઓ કેવા મરમી હતા એ તો એમનાં પ્રવચનો, લેખો, ભાષ્યો, વાર્તિકો અને પુસ્તકોથી, એમણે આ વિષયમાં કેટલાક સાધુ-સાધ્વીઓ અને વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાયેલા શોધનિબંધો ઉપરથી પણ ખ્યાલ આવે છે. પરંતુ પોતાની વિદ્વતાનો દંભ કે દાખડો એમણે ક્યારેય કર્યો ન હતો. એમની બધી લાયકાતો હોવા છતાં લબ્ધપ્રતિષ્ઠિત ગણાતા વિદ્વાનોએ એમને મુંબઈ યુનિવર્સિટીમાં પ્રોફેસરનું પદ ન આપીને એમને અને એમના વિભાગને કેટલો અન્યાય કરેલો એની રાવ ફરિયાદ, કચવાટ કે અફસોસ પણ એમણે કયારેય વ્યક્ત કર્યાનું જાણયું નથી.
જીવનમાં તેઓ આસુરોષ અને આસુતોષના માણસ ન હતા; સમ અને દમના ઉપાસક હતા. તપ અને તિતિક્ષાના ચાહક હતા. એટલે જ ઈશ્વરનિર્મિત વ્યષ્ટિ અને સમષ્ટિના પ્રેમી હતા. પંડના સંતાનોને તો સૌ કોઈ ચાહે પણ પારકાં સંતાનોને એમણે જે રીતે ચાહ્યા, પ્રેર્યા, દોર્યા એતો એમાંનું કોઈ એ વાત માંડશે ત્યારે જ ખ્યાલમાં આવશે. કંઈ કેટલીય સંસ્થાઓના ચણતર અને ઘડતરમાંય એમનો આ વાત્સલ્યભાવ કામ કરતો હતો. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org