________________
૨ ૨૦
શ્રત ઉપાસક રમણભાઈ
કરેલી ! એટલું જ નહીં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાનો આપવા માટે નિમંત્યો હતો. પછી મુંબઈ અને પાલનપુર ખાતે એમના પરિચિત ઝવેરી પરિવારો દ્વારા ચાલતી પ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળાઓમાં વ્યાખ્યાનો આપવા માટે મને નિમંત્યો હતો. ત્યાર બાદ મુંબઈ જૈન યુવક સંઘની પ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપવા માટે મને પ્રતિવર્ષ નિમંત્રિત કરતા રહ્યા હતા. તેઓ વખતોવખત જૈન અને બૌદ્ધ ધર્મદર્શન પર વ્યાખ્યાનો આપવા માટે જાપાન અને યુરોપ-અમેરિકા જતા હતા તો તેમના અનુયાયી તરીકે ભાઈશ્રી કુમારપાળ દેસાઈની જેમ એ દર્શનોમાં તૈયાર થઈ વ્યાખ્યાનો માટે વિદેશોમાં જવા માટે આગ્રહ કરતા રહ્યા હતા. એવા પ્રવાસો માટેની આર્થિક જોગવાઈ કરી આપવાનું પણ તેઓએ અનેક વખત કહ્યું હતું. એમાં મારી ક્ષમતા અને સજ્જતા કરતાં એમનાં સ્નેહ સૌજન્ય વિશેષ હતા.
એમના વિભાગમાં વ્યાખ્યાનો માટે મને નિમંત્યો હતો ત્યારે યજમાન હોઈ આવકારવા જાતે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર આવેલા અને મને મારા મોટાભાઈ અને સાળાઓને ત્યાં ઊતરવાની તથા રહેવાની સુવિધા હોવાથી તેમને ત્યાં જવા દેવાની મારી વિનંતી છતાં પોતાને ત્યાં જ મલબારહિલના નિવાસસ્થાને રાખ્યો હતો. એમ કરીને એમણે મને પોતાના આત્મીય સ્વજન તરીકે ઘરમાં અને સમાજમાં સ્થાપ્યો હતો. આ જ તો એમની વિશેષતા હતી. મારી જેમ કેટકેટલી વ્યક્તિના અને સંસ્થાના ઉત્કર્ષ અને વિકાસમાં એમના વરદ હસ્તનો સ્પર્શ હશે ! તદ્દન નાના વિદ્યાર્થી અને સામાન્ય મનુષ્યથી માંડીને સેવકો, શ્રાવકો, શ્રેષ્ઠીઓ, મુનિઓ સૌનો સ્નેહાદર જીતવાની અને એમને આત્મીય કરવાની શક્તિ એમનામાં સહજરૂપે હતી. અધ્યયન, સંચાલન, લેખન, સંશોધન, સંપાદનની વ્યક્તિગત પ્રવૃત્તિ ઉપરાંત સ્થાપન, વ્યવસ્થાપન, સંચાલન અને વહીવટની સંસ્થાગત પ્રવૃત્તિઓ નિષ્ઠા અને નિસબતપૂર્વક પરંતુ નિયમિત અને નિસ્પૃહ રહીને કરવાની આવડત પણ એમનામાં સહજસુલભ હતી. એમના જવાથી કેટલી બધી વ્યક્તિઓ અને સંસ્થાઓની ઓથ ગઈ એ તો કોણ જાણે ?
તેઓ જિનધર્મસંમત જીવનશૈલીના કેવા અનુપાલક હતા એ એમના નિકટના સૌ જાણે છે પરંતુ આહાર-વિહાર-વ્યવહાર અને ઉપચારમાં એમનાં સાદાઈ, સંયમ, વિનય, વિવેક અને નિસ્પૃહતાનાં ઉદાહરણો બીજા અનેકોને જોવા મળ્યા હશે. જપ, તપ, વ્રત અને વિહાર ઉપરાંત અપરિગ્રવૃત્તિ કેવી ? પોતાના જીવનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org