________________
શુત ઉપાસક રમણભાઈ
૨ ૧૯
-
-
-
કાળને તે શું કહીએ?
| ડૉ. નરેશ વેદ (પ્રોફેસર અને અધ્યક્ષ ગુજરાતી વિભાગ-સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર)
પૂજ્ય મુરબ્બી શ્રી રમણભાઈ શાહ શ્રી અરિહંતશરણ પામ્યાના સમાચાર શ્રી ધનવંતભાઈ શાહ દ્વારા ટેલિફોનથી જાણતાં હું અને મારા કુટુંબીજનો અત્યંત દિલગીર થયાં. ઘણું અઘટિત થયું છે. થોડા સમયથી એમની તબિયત બરાબર રહેતી ન હતી એ સમાચાર જાણ્યા હતા પણ એમને કોઈ મોટી અને ગંભીર બીમારી ન હતી. એટલે આ સમાચાર અણધાર્યા અને આઘાતજનક હતા. હજુ દસ-પંદર વર્ષ તેઓ બેઠા હોત તો સારું હતું. એમના પિતાજીએ તો નિરામય દીર્ધાયુષ્ય ભોગવ્યું હતું અને તેઓ પોતે આહારવિહારમાં ઘણા સાદા અને સંયમી હતા. કોઈ વ્યસન અને વળગણ વગરના હતા. તેમ બેઠાડું જીવ ન હતા, ઘણા પ્રવૃત્તિશીલ હતા. એટલે આમ એકાએક બને એ વાત મનથી સ્વીકારી શકાતી ન હતી. કાળને તે શું કહીએ ? જરીકેય ન ચૂક્યો; અણધાર્યો ઘાવ
કર્યો?
એમના જવાથી માત્ર એમના સ્વજનો, સ્નેહીઓ મિત્રોને જ નહીં, કેવળ જૈન સમાજ અને વિદ્યાસમાજને જ નહીં આપણા સમગ્ર સાંસ્કૃતિક જીવનને ભારે મોટી ખોટ પડી છે. મેં મારા સાડા પાંચ દાયકાના આયુષ્યમાં આવો ઉદાત્ત અને ઉમદા (Noble) માણસ જોયો નથી. મારો એમની સાથેનો પરિચય હું સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યાર બાદનો. આ વિભાગના એ વખતના અધ્યક્ષ મુરબ્બીશ્રી જશવંત શેખડીવાળાના તેઓ અંતરંગ મિત્ર. એમના આગ્રહથી તેઓ અમારા વિભાગના અને યુનિવર્સિટીનાં કાર્યો અને કાર્યક્રમો માટે આવતા. વિભાગમાં લેકચરરમાંથી રીડરના પદ માટે મારી વરણી થઈ ત્યારે તેઓ પસંદગી સમિતિમાં તજજ્ઞ તરીકે સેવાઓ આપવા માટે આવેલા. ઈન્ટરવ્યુમાં પસંદગી સમિતિના અન્ય સભ્યો સાથે પ્રસન્નતાપૂર્વક મારી વરણી કર્યા બાદ એમણે યુનિવર્સિટીના એ વખતના કુલપતિશ્રી અને વિભાગીય વડાને મારી કારકિર્દી ઉજ્જવળ બને એવું જણાતાં મને શક્ય તેટલું વહેલું પ્રોફેસર તરીકે પ્રમોશન આપવા પત્ર લખીને શિફારસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org