________________
૨ ૧૮
શુત ઉપાસક ૨મણભાઈ
બે અતિ મહત્ત્વની પ્રવૃત્તિ તેઓ જીવનના અંત સુધી અવિરત કરતા રહ્યાં. અનેક નવા વિદ્વાનો અને વક્તાઓને તેઓ પ્રોત્સાહન આપી આગળ લઈ આવતા. આજના અનેક વક્તાઓ, લેખકો અને સંશોધકો તેમની આ પ્રવૃત્તિને કારણે જીવનમાં ઘણાં આગળ વધ્યાં છે. કોઈનું નબળું સંશોધન કે પ્રવચન હોય તો તેની આકરી ટીકા કરે નહીં અને હતોત્સાહી થવા ન દે. ભૂલોને સુધારીને ફરી પાછા આગળ વધે તે માટે યોગ્ય માર્ગદર્શન આપે અને ફરી પાછો આગળ વધવાનો અવસર આપે. આમ નવા નવા વિદ્વાનોને જીવનમાં આગળ વધવાની ઉત્તમ તક આપનાર રમણભાઈ કુશળ નેતા હતા.
તેમણે સંપાદિત-સંશોધિત કરેલ ગ્રંથોની સંખ્યા ઘણી મોટી છે. લેખોની સંખ્યા પણ ઘણી મોટી છે. સાંપ્રત સહ ચિંતનના ભાગોમાં તથા જિનદર્શન ચિંતનમાં તેમના લેખો છપાયા છે. લેખ લખતા પૂર્વે પૂરો અભ્યાસ કરે. નાનામાં નાની માહિતી એકઠી કરે અને પછી સરળ ભાષામાં લોકભોગ્ય શૈલીમાં રજૂ કરે. આવી લેખનશૈલીને કારણે તેઓ લોકપ્રિય પણ બન્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ અનેક સાધ્વીજી મહારાજાએ અને સંશોધકોએ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે અનેક વિદ્વાનોને તૈયાર કર્યા છે. તેમના માર્ગદર્શનથી અનેક સંસ્થાઓને અને વ્યક્તિઓને લાભ થયો છે. આજીવન જ્ઞાનસાધનાના પરિણામે સને ૨૦૦૨માં સમદર્શી આચાર્ય હરિભદ્ર સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. સુવર્ણચંદ્રક સમર્પણ સમારોહ અમદાવાદ ખાતે યોજાયો હતો ત્યારે તેમના ચાહકોની સંખ્યા અને તેમના પૂજ્યભાવ ધરાવતા વ્યક્તિઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. ચંદ્રક ખૂબ જ નમ્રભાવે સ્વીકાર કરેલો. આ પ્રસંગે તેમણે આપેલું પ્રવચન ખૂબ જ માર્મિક અને પ્રેરણાદાયી હતું. પોતે કરેલાં કાર્ય અંગે ક્યાંય અહં જણાતો ન હતો. બધું જ જાણે સહજરૂપે થતું હોય તેમ ભાર વિના જણાવ્યું હતું. તેમનામાં નમ્રતા, સૌજન્યશીલતા અને ગુણગ્રાહીતાના ગુણ પૂર્ણ રીતે ખીલેલા હતાં.
તેમના જીવનના અનેક પાસાંઓ છે. રસ, રુચિના વિષયોનો વ્યાપ ઘણો મોટો છે. એક જ લેખમાં તેમના બધા જ વિષયોને સમાવી શકાય જ નહીં. તેઓ અનેકવિધ પ્રવૃત્તિથી ઘેરાયેલા હોય છતાં હંમેશાં પ્રસન્ન રહેતા અને સદાય પોતાના કાર્યમાં મસ્ત રહેતા. કોઈનીય આલોચના કે વિવાદાસ્પદ બાબતોથી સદાય દૂર રહેતા. આવા અનેકવિધ ગુણો ધરાવતા રમણભાઈ સાહિત્યજગત, જૈનજગત અને મિત્રજગતમાં અવિસ્મરણીય રહેશે.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org