________________
શ્રત ઉપાસક રમણભાઈ
૨ ૧૭
અનુવાદ કરી સ્વાધ્યાય રસિકો માટે ખૂબ જ મોટો આધાર પૂરો પાડ્યો છે. તેવી જ રીતે જ્ઞાનસારતો જૈન ધર્મની ગીતા જેવો સરળ પણ ખૂબ જ ગંભીર અર્થસભર એવા ગ્રંથનો પણ અનુવાદ આપ્યો. જ્ઞાનસારનો સરળ ભાષામાં અનુવાદ કરી પ્રકાશિત કર્યો છે. આ બે ગ્રંથોનું કામ ચાલતું હતું ત્યારે મેં તેમને પ્રશ્ન કરેલો કે રમણભાઈ ! તમે આટલું બધું લખવાનું કેવી રીતે કરી શકો છો? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે રોજ બે ત્રણ સામાયિક કરું છું અને સામાયિકમાં સ્વાધ્યાય કરું છું. લેખનકાર્ય કરું છું.
સવારે રમણભાઈને ફોન કર્યો હોય તો મોટા ભાગે જિનાલયમાં પૂજા કરવા ગયા હોય અને બપોરે ફોન કર્યો હોય તો સામાયિકમાં હોય. જિનભક્તિ અને શ્રુતભક્તિ એમના જીવનના પ્રાણ સમા હતા. તે સમયે મને શ્રી મોતીચંદ ગીરધરલાલ કાપડિયા યાદ આવી ગયા. મુંબઈના અતિવ્યસ્ત જીવનમાં અને વ્યસ્ત વ્યવસાયમાં પણ રોજ સામાયિકમાં લેખનકાર્ય કરતા હતા તેથી જૈન સમાજને ઉત્તમ ગ્રંથોના ઉત્તમ અનુવાદો ભેટ ધર્યા હતા તેવી જ રીતે રમણભાઈએ પણ ઉત્તમ ચિંતન અને ઉત્તમ અનુવાદો સ્વાધ્યાયરસિકોને પૂરાં પાડ્યાં છે.
રમણભાઈએ જીવનની ઉત્તરાવસ્થામાં ઘણી બધી મૂચ્છ ઉતારી દીધી હતી. તેમની પાસે ઘણો મોટો ગ્રંથસંગ્રહ હતો. આ સંગ્રહના પુસ્તકો તેમણે જ તે સંગ્રહોમાં ભેટ મોકલી આપ્યાં હતાં. લેખકોને સહુથી મોટો આશરો પોતાના લેખના અને પ્રકાશિત થયેલા ગ્રંથોનો હોય છે. તેના અધિકારો અને રૉયલ્ટી જેવા માધ્યમથી અર્થોપાર્જન થતું હોય છે. જો કે ઘણીવાર પ્રકાશકો લેખકોનું શોષણ પણ કરતા હોય છે પરંતુ રમણભાઈએ તો આ બધી માયા પણ મૂકી દીધી હતી. વર્ષો પહેલાં તેમણે કોપીરાઈટ સંબંધી બધા જ હક્કો વિસર્જીત કરી એક મોટું આશ્ચર્ય સર્યું હતું. આ તેમની અનાસક્તવૃત્તિનું જીવંત દૃષ્ટાંત છે. તેઓએ ઉત્તરાવસ્થામાં પોતાની તમામ કૃતિઓ પરના તમામ હક્કો વિસર્જિત કરી એક બહુ જ મોટો આદર્શ રજૂ કર્યો છે.
જીવન દરમ્યાન તેમણે અનેક પ્રવૃત્તિઓનું ખૂબ સુંદર રીતે સુકાન સંભાળ્યું હતું. સેવાની, જ્ઞાનની, ભક્તિની અને પ્રવાસની પ્રવૃત્તિઓમાં તેમની આગવી રૂચિ હતી, પરંતુ તેઓ આ બધી પ્રવૃત્તિઓનો આનંદ પોતાના પરિવાર સુધી સીમિત રાખતા ન હતા. તેઓએ પોતાના મિત્રો અને જિજ્ઞાસુઓ સુધી આ આનંદ વહેંચ્યો હતો. જેનસાહિત્ય સમારોહ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org