________________
૨ ૧૬
શ્રુત ઉપાસક રમણભાઈ જૈન પારિભાષિક શબ્દકોશ તૈયાર કરવા માટે મેં તેમને મારા વિચારો રજૂ કર્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ પણ આ અંગે વિચારી રહ્યા છે. ભારતીય સાહિત્યનું અધ્યયન જેન સાહિત્યના અધ્યયન વગર અધૂરું રહી જાય તેથી જૈન સાહિત્યનું અધ્યયન આવશ્યક છે, પણ જૈન સાહિત્યમાં આવતા પારિભાષિક શબ્દોને લીધે ઘણા જિજ્ઞાસુઓ માટે આ સાહિત્ય દૂરૂહ બની જાય છે માટે એક પ્રમાણભૂત પારિભાષિક શબ્દકોશની આવશ્યકતા છે. આ બાબતે અમારા વિચારો સમાન હતા. મેં આ કાર્ય તેઓશ્રીને જ કરવા જણાવ્યું અને પ્રાથમિકતા આપી પૂર્ણ કરવા માટે વિનંતી કરી અને તેમણે મારી વિનંતી સહર્ષ સ્વીકારી લીધી. પછી તો અવારનવાર આ બાબતે ચર્ચા થતી હતી. છેલ્લે જ્યારે અસ્વસ્થ થયા અને તબિયતની મર્યાદાને કારણે કાર્ય પૂર્ણ નહીં થાય તેવો ખ્યાલ આવી ગયો હતો તેથી થોડા દિવસ પૂર્વે તેમણે મને પત્ર લખી પોતાની અસ્વસ્થ તબિયતને કારણે હવે કાર્ય કરી નહીં શકે તેથી જવાબદારીથી મુક્ત કરી ચિંતામુક્ત કરવા જણાવ્યું હતું. તેમનો પત્ર મળતાં જ મુંબઈ ફોન પર વાત કરી હતી. મુ. તારાબેન સાથે પણ વાત થઈ હતી. તારાબેન તેમના સાચા જીવનસાથી અને પ્રત્યેક કાર્યમાં સહભાગી થનાર ઉત્તમ જીવનસંગિની. તેમણે જણાવ્યું કે આ કામ ખૂબ જ મહત્ત્વનું છે અને તેઓ શ્રી રમણભાઈને બધી જ જાતનો સહયોગ કરશે. આપણે આ કાર્ય પૂરું કરવું જ છે એમ કહીને મને રમણભાઈ સાથે વાત કરવા જણાવ્યું. રમણભાઈએ એ સમયે કહ્યું કે હવે શરીર થાક્યું છે, મન સ્વસ્થ છે. મનથી પ્રસન્ન છું પરંતુ શરીરના સાથ વગર કશું જ ન થઈ શકે. એટલે હવે હું કોઈપણ કામનો બોજો લેવા માગતો નથી. જે જવાબદારી છે તે લેખો લખાય છે. હવે બીજી નવી જવાબદારી લઈ શકાય તેમ નથી તેથી તેમણે પોતાનું સામર્થ્ય દર્શાવેલું. તેઓ જીવનના અંત સુધી સતત કાર્યરત રહ્યા, લખતા રહ્યા, ચિંતન કરતા રહ્યા અને પોતે સ્વીકારેલી જવાબદારી અંગે સંપૂર્ણ સજાગ રહ્યા હતા.
તેમના રસ અને રૂચિના વિષયોનો વ્યાપ પણ ઘણો જ મોટો, સાહિત્ય તો તેમનો મુખ્ય વિષય હતો જ. પરંતુ તત્ત્વચિંતન પણ સતત ચાલુ જ રહેતું. જેના દર્શનના ગૂઢ રહસ્યોને સરળ ભાષામાં રજૂ કરવાની તેમની આગવી કળા હતી. તેઓએ છેલ્લે ઉપાધ્યાય યશોવિજયજીના બે મહામૂલા ગ્રંથરત્નો અધ્યાત્મસાર અને જ્ઞાનસારના ગુજરાતી અનુવાદ આપ્યા. અધ્યાત્મસાર ગ્રંથ તો અત્યંત ક્લિષ્ટ અને દાર્શનિક વિચારોથી ભરપૂર, પણ તેમણે આ ગ્રંથનો સરળ અને સુબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org