________________
શ્રુત ઉપાસક રમણભાઈ
અવિસ્મરણીય રમણભાઈ
ઘ ડૉ. જિતેન્દ્ર બી. શાહ
પ્રો. રમણભાઈ શાહના પરિચયમાં નિમિત્ત બન્યું પ્રબુદ્ધ જીવન. લગભગ અઢી દાયકાથી પણ વધુ સમયથી ‘પ્રબુદ્ધ જીવન' નિયમિત વાંચવાનો લાભ મળતો રહ્યો છે. ચીમનભાઈ ચકુભાઈ તંત્રી હતા ત્યારે તેમના તંત્રીલેખો વાંચેલા છે. ચીમનભાઈ ચકુભાઈ ઉત્તરાવસ્થામાં હતા ત્યારે પ્રબુદ્ધ જીવન સંચાલન અંગે ઘણાના મનમાં આશંકા ઊભી થઈ હતી અને એક વિચાર દરેકના મનમાં ઉદ્ભવેલો કે હવે પ્રબુદ્ધ જીવન કોણ ચલાવશે ? ત્યારે ચીમનભાઈએ સ્પષ્ટ વિશ્વાસ વ્યક્ત કરેલો કે પ્રબુદ્ધજીવનનું સુકાન પ્રો. રમણભાઈને સોંપ્યું છે અને તેઓ પ્રબુદ્ધ જીવનનું સંચાલન સુચારુ રીતે ક૨શે. ચીમનભાઈએ વ્યક્ત કરેલો વિશ્વાસ શ્રી રમણભાઈએ શતપ્રતિશત સાચો પૂરવાર કરી બતાવ્યો. શ્રી રમણભાઈએ જીવનના અંત સુધી પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ સંભાળ્યું અને સફળતાપૂર્વક નિભાવ્યું. આજના યુગમાં ઉત્તમ લેખનકાર્યનો વ્યાપ ઘટી રહ્યો છે અને નવા યુવાલેખકોનો દુષ્કાળ પડ્યો છે તેવા સમયે કોઈપણ સામયિકને નિયમિત પ્રગટ કરવાનું કાર્ય અત્યંત દુષ્કર હોય છે, પણ રમણભાઈએ આ કાર્ય ખૂબ જ કુશળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. થોડાં સમય પૂર્વે તેમની સાથે ફોન પર ચર્ચા થતી હતી ત્યારે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે પ્રબુદ્ધ જીવનનું સુકાન સંભાળ્યા પછી એક પણ અંક નિર્ધારિત સમયથી મોડો પ્રકાશિત થયો નથી. દેશ-વિદેશના પ્રવાસે ગયા હોય, યાત્રાએ ગયા હોય કે અન્ય કાર્યોમાં વ્યસ્ત હોય તોપણ પ્રબુદ્ધ જીવનના અંકની સામગ્રી પહેલાંથી જ તૈયાર કરી રાખી હોય અને નક્કી કરેલ સમયે પ્રકાશિત થાય જ. આવી તેમની નિયમિતતા, ચીવટ અને ખંત હતા. રમણભાઈ જે કાંઈ કામ સ્વીકારતા તે ખૂબ જ જવાબદારીપૂર્વક નિભાવતા હતા. કોઈ કારણસર સ્વીકારેલું કાર્ય થઈ શકે તેમ ન હોય તો તે અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં ક્યારેય નાનમ અનુભવતા ન હતા.`
પાંચેક વર્ષ પહેલાં સુરત મુકામે જૈન વિદ્વાનો તૈયા૨ ક૨વાની એક યોજનાના ઉદ્ઘાટન સમારોહમાં અમે સાથે હતા. વયોવૃદ્ધ પંડિત શ્રી છબીલદાસભાઈના ઘરે રોકાયા હતા. સવારના કાર્યક્રમ પછી અમે જુદા જુદા અનેક વિષયો ૫૨ વિચાર વિનિમય કરી રહ્યા હતાં ત્યારે ભાવિ કાર્યક્રમ અંગે પણ ચર્ચા થઈ હતી.
Jain Education International
૨૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org