________________
૨ ૧૪
ચુત ઉપાસક રમણભાઈ
આરૂઢ વિદ્વાન ડૉ. રમણભાઈ
પૂ. શ્રી કેશવરામ કા. શાસ્ત્રી પ્રો. ડો. રમણલાલ ચી. શાહના અવસાનના સમાચાર મળતાં ભારે દુઃખ થયું. મારાથી બત્રીસ-તેત્રીસ વર્ષ નાના ડૉ. શાહ મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી અમારો સંબંધ શરૂ થયો. જૈન દર્શનના તો એઓ આરૂઢ વિદ્વાન હતા, જેની ખાતરી તો “પ્રબુદ્ધ જીવન'ના મુખપૃષ્ઠ વાંચતાં જ સ્પષ્ટ થાય છે. જેને સમાજને એની ખોટ પડી છે, પરંતુ મધ્યકાલીન ગુજરાત રાસફાગુ-બાલાવબોધોની મધ્યકાલીન ગુજરાતી ભાષાના એઓ આરૂઢ વિદ્વાન હતા. બીજા વિદ્વાન સ્વ. પ્રો. ડૉ. હરિવલ્લભ ભાયાણી હતા, પરંતુ એઓ જૈનેતર મધ્યકાલીન ગુજરાતીનાં નિષ્ણાંત કહી શકાય.
આમેય ભાષાશાસ્ત્રી કહેવાય એવા વિદ્વાનો આપણે ત્યાં ગણ્યાગાંઠ્યા થયાં છે. તેમાં છે નોંધપાત્ર એવા સ્વ. વ્રજલાલ શાસ્ત્રી, વ નરસિંહરાવ દિવેટિયા અને સ્વ. કેશવ હર્ષદ ધ્રુવ એ ત્રણ જ કહી શકાય. એમનો ખાડો પૂરનારા તો સ્વ. મધુસૂદન મોદી, મારા પ્રિય શિષ્ય સ્વ. ડૉ. ભોગીલાલ સાંડેસરા, સ્વ. ડૉ. હરિવલ્લભ ભાયાણી અને મારી ગણતરી થાય છે. દુઃખનો વિષય છે કે આ ચારમાં હું બચ્યો છું. ડૉ. રમણલાલભાઈ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં અનન્ય રહ્યા છે.
પરંતુ જૈનદર્શન લઇએ તો એમાં તો ડૉ. રમણલાલ શાહ મારે મતે અનન્ય હતા. આજે એઓ આપણી વચ્ચેથી ખસી ગયા છે એ નોંધવું જોઈએ. સંખ્યાબંધ જેનદર્શનના ગ્રંથો આપી એમણે એ વિષયે નામ અમર થઈ ચૂક્યા. એઓનો અમર આત્મા અહંત ચરણોમાં શાશ્વત શાંતિ અનુભવે એવી ભાવના.
ગુજરાતે એક મહત્વના વિવેચક ગુમાવ્યા છે. મારાથી ૩૨ વર્ષ નાના હતા. “પ્રબુદ્ધ જીવનના અંકમાં છપાતા એમના અગ્રલેખો એમની વિદ્વતાનો ખ્યાલ આપી રહ્યા હતા. “અંતે એક મહત્ત્વની વિગત જણાવું કે ૧૯૮૩માં પુનામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન થયેલું એમાં મારો પરિચય ડૉ. રમણલાલભાઈએ બહુ રસિક અને રમૂજી રીતે આપ્યો હતો. જે સાંભળી શ્રોતાસભ્યોએ એમને આનંદથી વધાવી લીધા. એ પછી ઉત્તરોત્તર અમારો સંબંધ ગાઢ થતો રહ્યો હતો. એમનાં પ્રકાશન અવિરત મને મોકલતા રહેતા હતા.”
એકવાર અમેરિકાના મારા પ્રવાસનો પરિચય આપવા એમણે સંઘના સભ્યો સમક્ષ મને બોલાવ્યો હતો. એઓ સદ્ગતિ મેળવે એવી ભાવના! * * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org