________________
શ્રુત ઉપાસક રમણભાઈ
પૂર્વે તેમને બે પ્રભુ પ્રતિમાઓ તેમની પાસેથી મળી !
તેમણે જે ૧૫૦ ગ્રંથો લખ્યા છે તેમાં પ્રત્યેક પૃષ્ઠ પર પરમોચ્ચ કક્ષાનું જ્ઞાન જ વહેવડાવ્યું છે. તેમની શૈલી વિદ્વદ્ભોગ્ય હોવા છતાં પણ આડંબર વિહીન સરળ, લોકભોગ્ય રહી છે.
મારી પાસે વધુ લખવાની શક્તિ નથી તેથી સમાપનમાં એટલું જરૂર પરમાત્મા પાસે પ્રાર્થના રૂપે જણાવું કે તેમના પુણ્યાનુબંધી પુણ્યના પરિપાક રૂપે તેઓ જ્યાંથી મોક્ષ સિધાવી શકાય તેવા મહા વિદેહાદિ ક્ષેત્રમાં જન્મી ગણતરીના જન્મોમાં ભવાટવિનો ફેરો બંધ કરી અજ્ઞાતરૂપે આપણને પણ તેમાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવે. વધુ લખવાને શબ્દો નથી. જેટલું લખાય તેટલું તેમના માટે ઓછું છે. તેઓ એક સમર્થ વિવેચક, સાહિત્યરસિક તત્ત્વજ્ઞાન ધરાવનારા કુશળ પંડિત હતા.
તેમના આત્માને કર્મોના પરિપાક રૂપે અકલ્પ્ય એવી ઉચ્ચત્તમ ગતિ મળે જેથી ફરી સંસાર સાગરમાં ફરી ફરી ભટકવાનું કાયમ માટેનું પૂરું થઈ ગયું હોય.
ડાંગ સ્વરાજ આશ્રમ લખે છે....
મું. શ્રી રમણભાઈ શાહના દુઃખદ અવસાનના સમાચારથી ડાંગ સ્વરાજ આશ્રમ આહ્વાની સંચાલન સમિતિ ટ્રસ્ટીમંડળ તથા સમગ્ર આશ્રમ પરિવાર ઘે૨ા દુ:ખ અને આઘાતની લાગણી અનુભવે છે.
સમાજના કચડાયેલા વર્ગનું કામ કરતી આશ્રમ જેવી અનેક સંસ્થાઓની આર્થિક મુશ્કેલી મૂંઝવણ અને ચિંતા તેઓ સમજ્યા હતા. આવી જુદી જુદી સંસ્થાઓને દર વર્ષે દત્તક લઈ તેમને સહારૂપ થવાનો તેઓ સંનિષ્ઠ પ્રયાસ કરતા હતા. આવા એક સજ્જન વડીલ આપણી વચ્ચેથી જતા રહ્યા છે. તેની ખોટ વ૨સો સુધી પૂરી શકાશે નહીં.
ડાંગ સ્વરાજ આશ્રમ આહવા વતી.
ગુણવંતભાઈ પરીખ મંત્રી
ઘેલુભાઈ નાયક સંચાલક
૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
ગાંડાભાઈ પટેલ સહમંત્રી
www.jainelibrary.org