________________
૨૧૨
એક સ્નેહસભર સ્મરણાંજલિ
7 શ્રી બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા
જૈન યુવકસંઘની આગ્રહભરી વિનંતિને માન આપી નાદુરસ્ત તબિયત હોવા છતાં સ્મરણાંજલિ બે વાક્યોમાં રજૂ કરું છું. મારો અને તેમનો સંબંધ જી. એલ. જૈન હૉસ્ટેલ એલફિન્સ્ટન રોડ પર. મારો પીએચ.ડી.નો અભ્યાસ તથા તેમનો પ્રથમ વર્ષ માટેનો અભ્યાસ વખતે અમે બંને આજુબાજુની રૂમમાં રહેતા હતા. અમે કેટલાંક વિદ્યાર્થીઓ અગાસી પર ચઢી રાતના અર્ધો-અર્ધો કલાક તારા જોતા. હું સહુને તારા બતાવતો.
શ્રુત ઉપાસક રમણભાઈ
પ્રબુદ્ધ જીવનમાં એકાદેક અંકમાં મારા પિતાશ્રી વિષે કંઈક લખાણમાં મારો પણ તેમણે ઉલ્લેખ કર્યો. ત્યારથી મેં તેમાં લેખો લખવાનું શરૂ કર્યું. લગભગ ૧૨-૧૮ વર્ષ છૂટક છૂટક લેખો લખતો રહ્યો. તેનું એક પુસ્તક પ્રગટ કર્યું. રમણભાઈએ ત્યાર પછી બીજા પુસ્તક માટે સૂચન કર્યું. મેં કહ્યું કે મારા અને તમારા બંનેના લેખો છપાય તો હું તૈયાર છું. તેમણે શરત કબૂલ કરી. તેમની સૂચના પ્રમાણે તે માટે મેં એક લાખ એકાવન હજા૨નો ચેક આપ્યો. તેના પરિપાક રૂપે અમારા બંનેના લેખોનું પુસ્તક પણ પ્રગટ થઈ શક્યું છે. પ્રબુદ્ધ જીવનમાં મારા ૪૪ લેખો પ્રગટ થઈ ચૂક્યાં છે.
તે માટે રમણભાઈના નિર્મળ સહકાર માટે આભાર. સંસ્થાની સ્થિતિ માટે સૂચના કરી તે અર્થે સંસ્થાને એક લાખ રૂપિયા આપ્યા.
રમણભાઈ જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન, કર્માદિ સિદ્ધાન્તોનું સચોટ પ્રમાણ પુરસ્કાર વિવેચને સાદા શબ્દોમાં લોકભોગ્ય શૈલીમાં રજૂ કરી શકવાની અદ્વિતીય કુનેહ તથા ચપળતા ધરાવનારી અદ્વિતીય એકાકી વિરલ વ્યક્તિ છે. તેઓને જ્યારે જ્યારે હું ફોન (જવલ્લે જ) કરતો ત્યારે કહેતા કે ‘મારા મિત્ર સાથે અમે બંને તમારે ત્યાં આવવા માગીએ છીએ જે અનુકૂળતાએ જણાવીશ બે ત્રણ વા૨ આ વાતને તેઓ ચરિતાર્થ ન કરી શક્યા અને ૧૪ રાજલોકમાં લાંબી કે ટુંકી સફર કરવા ઉપડી ગયા. તેમનું સાદગી, સૌહાર્દપૂર્ણ, સ્નેહ ટપકતું ધાર્મિક, સામાજિક, કૌટુંબિક જીવન, ધર્માનુરાગ, દેવદર્શન, તીર્થયાત્રા, ગુરુ ભગવંતો શાસનાધિપતિ, મહારાજ સાથેનો કેવો અદ્વિતીય પરિચય હશે કે થોડાંક જ વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org