________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૧૧
ગાવાનો ખરો લહાવો લેવો હોય તો એને મુખપાઠ કરી પછી ગાવા. અમે સાથે સ્તવન ગાઇએ અને ભાવવિભોર થઈ તેઓ મને એ પદોમાં છુપાયેલો મર્મ સમજાવતાં. પાલિતાણામાં એમની સાથે કરેલી ભક્તિ અને ચૈત્યવંદનની સ્મૃતિ કદી ન ભૂંસાય એવી છે.
મેઘધનુષના સપ્તરંગો જેવી આ સ્મરણયાત્રા તો ઘણી લાંબી ચાલે એમ છે પણ મર્યાદાથી બંધાયેલી છું, તેથી કલમ અહીં અટકાવતાં એટલું જ કહીશ કે સંસારમાં કેટલીક વ્યક્તિઓ એવી છાપ અંકિત કરી જતી હોય છે, જેને કાળ પણ નામશેષ કરી શકતો નથી.. ‘વાત્સલ્યમૂર્તિ રમણભાઈ સ૨' એ માંહ્યલા એક છે.
-મુમુક્ષુ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-ધરમપુર
ભેખધારી મૂક સેવક
સ્વ શ્રી રમણભાઈ શાહ એક ભેખધારી મૂક સેવક હતા અને ઉમદા અને દિલદાર દાતા હતા. તેમના તરફથી આ હોસ્પિટલને અવારનવાર દાનરૂપે સહયોગ · મળ્યો છે. તેમના જીવનકાળ દરમ્યાન અનેક સેવાભાવી શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓમાં સેવાઓ આપી છે. અમારી સંસ્થાને દાન આપવા-અપાવવા ખૂબ જ ઉપયોગી થયા છે અને સંસ્થાની સેવા તન, મન અને ધનથી કરતા હતા. આવા ત્યાગ મૂર્તિ સમા શ્રી રમણભાઈ સાથે પ્રેમનો ઘરોબો ધરાવનાર સૌને ગ્લાની થાય જ. તેમણે સંપૂર્ણપણે સમતા અને શાંતિને પોતાનો જીવનમંત બનાવી સમાજના લોકોને શીળી છાંયા આપેલ અને તેઓના બહોળા જ્ઞાનનો લાભ સમાજને મળેલ. એમના જીવકાળ દરમ્યાન એમના જીવનની છાયારૂપ અત્યંત શાંતિ અને શિસ્તબધ્ધ હતી જરૂરિયાતમંદ લોકોને હંમેશાં મદદરૂપ થવાની ભાવના હંમેશાં યાદ રહેશે. તેઓ સામાજિક, ધાર્મિક તેમ જ દીન દુ:ખીયાની મદદે તેમનો ફાળો હંમેશાં હોય જ. આ સંસ્થાની તેઓએ મુલાકાત લીધેલ અને આ સંસ્થાના સેવાયજ્ઞમાં અમારી પડખે રહી અમને આ સેવાયજ્ઞમાં તેઓની અવારનવાર દાનરૂપી આહુતિ મળી છે. જેનું અમને ગૌરવ છે.
(ચંદુભાઈ એમ.દાણી) માનદ્ મંત્રી
(મણિલાલ ગો. ગાંધી) માનદ્ મંત્રી
ગુણવંત વડોદરિયા
ડૉ. પી. જે. ગઢવી (મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ)
Jain Education International
કે. જે. મહેતા
(ટી.બી. હોસ્પિટલ અમરગઢ, જિ. ભાવનગર)
For Private & Personal Use Only
www.jainelibrary.org