________________
૨ ૧૦
ચુત ઉપાસક રમણભાઈ
રાત્રે Thesis Checking નું કામ ચાલતું. તેમને આંખની તકલીફ હોવાના કારણે હું તેમને વાંચી સંભળાવતી અને તેઓ તેમાં જરૂરી સુધારાવધારા કરાવતાં. વાંચતા વાંચતા મને ઝોકાં આવી જતાં પણ સર...એકદમ જાગૃત ! વાત્સલ્યથી કહેતા; “જા, તારાબેનની બાજુમાં સૂઈજા, થાકી ગઈ છો. હું આ બીજી મેઘલથી (એટલે કે Magnifying Glass થી) મારું કામ આગળ ચલાવીશ. ફકર નહીં કર.” આમ હું થાકતી, પણ તેઓ ન થાકતાં, ન કંટાળતા. જાણે પોતાની Thesis નું કામ કરતા હોય એવી ચીવટાઈ અને ઉત્સાહ હું એમનામાં જોતી, અને મને એમની નિઃસ્વાર્થતા પ્રત્યે અહોભાવ જાગતો. પરમ પૂજ્ય ગુરુદેવશ્રીને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” ઉપર Ph.D. કરવામાં, એક માર્ગદર્શકની જવાબદારી સ્વીકારી, જ્ઞાનદાનના કાર્યમાં તેઓએ કળશ મૂકવા સમાન કાર્ય કર્યું છે. કારણકે આજે એ Thesis ગ્રંથનું સ્વરૂપ પામી કોઈ એક બે વ્યક્તિ સુધી સીમિત ન રહેતાં હજારો મુમુક્ષુઓને જ્ઞાનપ્રકાશ આપનારું અમૂલ્ય સાધન બની રહેલ છે.
સરના વ્યક્તિત્વનું એક બીજું સુંદર પાડ્યું હતું તેમની નિરહંકારિતા, જેના દર્શન થતાં તેમની અનાગ્રહવૃત્તિમાં તેઓ સલાહ આપતા, પણ પછી એ સલાહ અમલમાં મૂકાઈ છે કે નહીં એ બાબત કોઈ પિંજણ નહીં..કોઈ દબાણ નહીં. કોઈ હરખશોક નહીં. સૂચન આપી વાત મૂકી દેતા. એનો આગ્રહ ક્યારેય ન કરતાં. સંસ્થા તરફથી થતાં નાટ્યપ્રયોગોની પટકથા અને સંવાદો પહેલાં સરની નજર તળે જતાં . તેમના સૂચનો, માર્ગદર્શન અને પ્રોત્સાહનથી એ કાર્ય વધુ દીપી ઊઠતું. વળી ભૂલ થઈ હોય તો એવી કુનેહ અને સ્નેહથી બતાવતાં કે આપણે હતાશ તો ન થઈએ પરંતુ એ સમજી, સુધારી, બમણાં ઉત્સાહથી આગળ વધીએ.
બીજો મોટો ગુણ જે મેં એમનામાં જોયો, તે હતો ‘ઉપગૂહન'નો. તેમના મોંઢે મેં ક્યારેય કોઈની નિંદા નથી સાંભળી. એવું નહોતું કે સાચા-ખોટાને તેઓ પારખી નહોતા શકતા. તેઓની વિચક્ષણ દૃષ્ટિમાં બધું જ આવી જતું. છતાં ખોટાને ગૌણ કરી સારું પાસું મુખ્ય કરતાં; અને મને પણ એ જ શિખામણ આપતાં. - તેઓ ભલે જ્ઞાનના આરાધક તરીકે સમાજમાં પ્રતિષ્ઠિત હતાં, પણ મને જો પૂછો તો હું કહીશ કે તેઓ ભક્તિના ચાહક હતાં. ગમે તેટલાં કામ હોય પણ પૂજાનો નિયમ યથાવત્. જિનેશ્વર ભગવાનના સ્તવનો એમને ખૂબ ગમતાં અને મારી પોસ ગવડાવતાં. મને કહેતાં, યશોવિજયજી અને આનંદઘનજીના પદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org