________________
શ્રુત ઉપાસક રમણભાઈ
મારા હ્રદયમાં જે આદરભાવ જાગ્યો હતો તે થકી જોડાયો છે. Thesis ના નિમિત્તે સર અને તારાબેન સાથે જુદાં જુદાં નિવૃત્તિ ક્ષેત્રે જવાનું થતું. ક્યારેક ઈડર તો ક્યારેક પાલિતાણા, ક્યારેક દેવલાલી તો ક્યારેક મહાબળેશ્વર. આ દરમ્યાન એમના વ્યક્તિત્વનાં અનેક સુંદર પાસાંઓનો મને પરિચય મળ્યો. તેઓ વિદ્વાન, સાત્ત્વિક, ધીરગંભીર છતાં હસમુખા અને વિનોદી હતાં. દંભનો અભાવ, પારદર્શક વ્યક્તિત્વ અને બધેય ADJUST થઈ જવાનો એમનો ગુણ મને ખૂબ સ્પર્શી ગયો. એક વખત હું ઈડરમાં સર અને તારાબેનની સેવામાં હતી, ત્યારે એમના માટે થર્મોસમાં દૂધ આવ્યું હતું. તેમણે વાપરી લીધાં પછી મેં સહેજે પૂછ્યું ‘બરાબર હતું ?' તો હસીને બોલ્યા, ‘બહુ સરસ’. મેં આગ્રહ કરી થોડું વધુ ઉમેર્યું. પાછળથી ખબર પડી કે થર્મોસ બદલાઈ ગયાં હતાં અને એમને ઓછી Sugar ના બદલે Double Sugar વાળું દૂધ અપાઈ ગયું હતું. પણ અમને તેઓએ જરાપણ અણસાર ન આવવા દીધો કે એમની જરૂરિયાતથી સાવ વિપરીત જ દૂધ અપાયું હતું. ‘બીજીવાર ધ્યાન રાખજો' એમ કહેવાની કે જણાવવાની કોઈ ઉત્તેજના નહીં. આવેલ પરિસ્થિતિનો શાંત સ્વીકાર. ન કોઈ ફરિયાદની વૃત્તિ કે ન કોઈ ફેરફારની ચેષ્ટા...વળી અમારી ભૂલ એનું દુઃખ થતું અટકાવવા, તેઓએ વિનોદ કર્યો...‘એમાં તમારો કંઈ વાંક નથી...આ તો તમે એમાં ખૂબ પ્રેમ ઉમેર્યો એટલે વધારે ગળ્યું થઈ ગયું !'
એમનું હૃદય એટલું કોમળ હતું કે પોતાને તકલીફ પડે તો તે સહન કરી લેતાં, સામા માણસની લાગણીનું સમ્માન રાખતા. કોઈનું દિલ ન દૂભાય એવું તેમનું વર્તન હતું. મને તો માનવામાં જ નહોતું આવતું કે આવું માખણ જેવું હૃદય જેનું છે, તેઓ એક કડક Military Officer પણ રહી ચૂક્યા છે. He was a strict disciplinarian, not towards others but towards himself. ઘડિયાળના કાંટા કોઈ વખત time ચૂકે પણ ખરા, પણ તેઓ પોતાનો time ક્યારેય ન ચૂકતાં. પોતે હાથમાં લીધેલું કામ નિયત સમયે કરીને જ આપતા. ગમે તેવી કટોકટી આવી હોય કે ગમે તેટલાં તેઓ વ્યસ્ત હોય, મને નથી સાંભરતું કે ક્યારેય તેમણે પોતાનું કામ postpone કર્યુ હોય કે તારાબેનને delegate કર્યું હોય. સિત્તેર વર્ષથી ઉપર એમની ઉંમર પણ સત્તાવીશ વર્ષના યુવાનને શરમાવે એવો એમનો કામ કરવાનો જુસ્સો હતો. મને યાદ છે અમે દિવાળી શિબિર અર્થે પાલિતાણાં હતાં. આખો દિવસ શિબિરના કાર્યક્રમોમાં જતો અને
Jain Education International
For Private & Personal Use Only
૨૦૯
www.jainelibrary.org