________________
૨ ૦૮
શ્રત ઉપાસક રમણભાઈ
વાત્સલ્યમૂર્તિ રમણભાઈ સર
| શ્રી મેઘલ દેસાઈ ત્રિદેવ' બિલ્ડિંગમાં મેં પગ મૂક્યો. આંખ સામે તરવરતો હતો એ સદા પ્રસન્ન ચહેરો. દર વખતની જેમ એ લાગણી નીતરતો રણકો હમણાં સંભળાશે. “અરે ! આ કોણ આવ્યું ? આ તો મારી બીજી દીકરી આવી છે ને !' એવી આશા કરનારા મારા મનને માત્ર સૂનકાર મળ્યો. દરવાજાના ઉંબરે જ મારા પગ થીજી ગયાં.
જેમને સતત કાર્યશીલ જોયા હતા. તેઓ આજે કોઈ અજબની શાંતિ ઓઢી, ચિર નિદ્રામાં પોઢ્યા હતા. એમના મુખ પર સંતોષ છવાયેલો હતો. ઈશ્વરે સોંપેલ જીવનકાર્ય પોતે યથાશક્તિ પૂર્ણ કર્યાનો સંતોષ. ફોન પર એમની સાથે થયેલી એ છેલ્લી વાત પડઘાઈ...“આભમાં વાદળાઓ દૂર દૂરથી આવે. ભેગા થાય અને વિખરાઈ જાય, જીવનમાં પણ આમ જ બધાં ભેગા થાય છે અને પછી ક્યાંય વિખરાઈ જાય છે.” આંખના આંસુને હું રોકી ન શકી. મારા શિર ઉપર છાયા બનીને રહેલાં એક વાત્સલ્યના વાદળાએ આજે વિદાય લીધી હતી. કોઈ દૂરના આભ તરફ એણે ગતિ કરી હતી. તેઓ મને હંમેશા કહેતા, “જીવનમાં કંઈ પકડી ન રાખવું. પરિવર્તન એ સંસારનો નિયમ છે. આપણે એ માટે તૈયાર રહેવું; નહીં તો એનો સ્વીકાર કરવો બહુ અઘરો બની જાય છે.' એમની વિદાય સ્વીકારવી આજે મારે માટે અઘરી હતી.
લોહીના સંબંધે તો તેઓ મારા કોઈ જ ન હતાં. પણ લાગણીના સંબંધે તેઓ મારા પિતા હતા જ. તેમની સાથેની પ્રથમ મુલાકાતમાં જ એક પોતીકાપણું લાગ્યું હતું. તે વખતે પરમ પૂજ્ય ગુરુદેવશ્રી “આત્મસિદ્ધિ શાસ્ત્ર” ઉપર Thesis લખી રહ્યા'તા. એમાં એમના માર્ગદર્શક બહુમુખી પ્રતિભા ધરાવનાર પ્રખર વિદ્વાન છે, એમ સમાચાર મળ્યાં. મળવાનું મન થયું પણ ડર લાગ્યો. આવી વ્યક્તિઓ લગભગ ભારેખમ મિજાજવાળી હોય એવો મનમાં ખ્યાલ હતો. મારી બધી જ ધારણાઓ ખોટી પડી. જ્યારે હું મળી એક સૌમ્ય વ્યક્તિત્વને એટલે કે આદરણીય રમણભાઈ સરને ! અહીં “આદરણીય' શબ્દ એક ઔપચારિક વિશેષણ તરીકે જોડાયો નથી, પણ એમની સાદાઈ અને સરળતા, વિદ્વતા અને વિનમ્રતા જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org