________________
૨૨૪
એક અભિજાત વ્યક્તિત્ત્વનો વિલય
– ડૉ. રણજિત પટેલ ‘અનામી'
શ્રુત ઉપાસક રમણભાઈ
તા. ૨૫-૧૦-૨૦૦૫, મંગળની સાંજે આશરે સાડા છના સુમારે, ‘પ્રબુદ્ધ જીવન'ના સહતંત્રી, મારા મિત્ર ડૉ. ધનવંતભાઈ શાહે જ્યારે ફોનથી મને ડૉ. રમણલાલ ચી. શાહના દુઃખદ નિધનના અમંગળ (!) સમાચાર આપ્યા ત્યારે હું પ્રથમ તો ડઘાઈ ગયો પણ એ અશુભ સમાચાર મારે માટે સાવ આકસ્મિક તો નહોતા. કેમ જે ઘણા સમયથી હું એમની દિન પ્રતિદિન કથળતી જતી પ્રકૃતિથી પરિચિત હતો જ. ઉપચાર માટે વડોદરાના કોઈ સારા ડૉક્ટર કે વૈદ્યની જરૂર જણાય તો તેમને વડોદરે આવવાનું પણ મેં આગ્રહપૂર્વક અનેકવાર લખેલું, પણ મુંબઇના ડૉક્ટરોથી એમને રાહત જેવું જણાયેલું એટલે વડોદરાનો વિચાર કરેલો નહીં.
ડૉ. રમણભાઈ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના નિષ્ઠાવાન પ્રાધ્યાપક હતા એક વર્ષ માટે, તે વાત તો હું વર્ષોથી જાણતો હતો પણ અમારા સંબંધની ઘનિષ્ઠતા થવામાં અમારા કેટલાક મઝિયારા મિત્રો કારણભૂત હતા. ‘પ્રબુદ્ધ જીવન’માં વર્ષભર સારા લેખો લખનારને જે સ્વ. શ્રી ધીરુભાઈ શાહના નામનો એવોર્ડ આપવામાં આવે છે તે સ્વ. ડી. ડી. શાહ ને હું બી.એ. સુધી અમદાવાદની ગુજરાત કૉલેજમાં સહાધ્યાયીઓ હતા, જે ડૉ. રમણભાઈના પણ ખાસ મિત્ર હતા. ડૉ. ડી. ડી. શાહનો એવોર્ડ એકવાર મને પણ મળેલો.
મુંબઈમાં ‘જૈન યુવક સંઘ' દ્વારા જે જે ધાર્મિક ને સાંસ્કારિક પ્રવૃત્તિઓ રમણભાઈ ચલાવતા હતા તેવી જ પ્રવૃત્તિઓ અમદાવાદમાં શ્રી ધીરુભાઈ શાહ ચલાવતા હતા. સ્વ. રમણભાઈના જીવનમાં મંગલમૂર્તિ સમાન સ્વ. પ્રો. ચીમનભાઈ નારણભાઈ (પ્રો. ચી. ના. પટેલ) પટેલ ને હું સને ૧૯૪૪માં સાથે જ એમ.એ. થયા. ડૉ. શાહ સાહેબને પ્રો. ચી. ના. પટેલનો પ્રથમ પરિચય મેં કરાવેલો.
‘સ્વ. ચી. ના. પટેલ' નામના એમના લેખમાં તેમણે આ હકીકતનો ઉલ્લેખ કરેલો જ છે. એ પછી તો પ્રો. ચી. ના. પટેલ સારી તબિયત નહીં હોવા છતાં પણ જૈન યુવક સંઘ દ્વારા પ્રતિવર્ષ મુંબઈમાં યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રવચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org