________________
શ્રત ઉપાસક રમણભાઈ
૨ ૨૫
આપવા પણ બે-ત્રણ વાર ગયેલા. પ્રો. ચી. ના. પટેલની આત્મકથા-"મારી વિસ્મય-કથા' પણ કકડે કકડે પ્રો. શાહ સાહેબે “પ્ર.જી.માં પ્રગટ કરેલી એટલું જ નહીં પણ એના પ્રકાશનમાં ને એ આત્મકથા, મુંબઇની એસ.એન.ડી.ટી.ની કૉલેજમાં એમ.એ.માં પાઠ્યપુસ્તક તરીકે નિયુક્ત થઈ તેમાં ડૉ. શાહ સાહેબનો મહદ્ ફાળો હતો.
પ્રો. શાહ સાહેબના બીજા બે અધ્યાપકો તે ડો. ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા ને ડૉ. તનસુખભાઈ પી. ભટ્ટ. ડૉ. સાંડેસરા ને ડૉ. ભટ્ટ–બંને ય મારા પરમ મિત્રો. ડૉ. સાંડેસરા ૧૯૪૩માં એમ.એ. થયા ને ડૉ. ભટ્ટ ને હું તને ૧૯૪૪માં. મારા આ ચાર મિત્રોને પ્રતાપે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ડૉ. રમણભાઈ શાહ સાથેનો મારો સંબંધ પ્રગાઢ થયો. વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં જ્યારે ડૉ. સાંડેસરા ગુજરાતી ભાષા સાહિત્ય વિભાગના અધ્યક્ષ હતા (૧૯૫૧ થી ૧૯૭૫) ને હું “રીડર' હતો ત્યારે બી.એ., એમ.એ.ની પરીક્ષાના કામકાજ અંગે તથા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓનો Viva' લેવા કાજે ડૉ. શાહ સાહેબ અવારનવાર વડોદરે આવે ત્યારે અમારે નિરાંતે મળવાનું થતું. એ પછી તો એક તબક્કો એવો પણ આવ્યો કે પ્રો. ચી. ના. પટેલ ને હું–વર્ષોથી “પ્ર. જી.'માં લખતા થઈ ગયા. વિધિની વક્રતા ને વિચિત્રતા પણ કેવી કે ડો. શાહને અમારા આ ચારેય મિત્રોની અવસાન-નોંધ લખવાનો વારો આવ્યો ! એમને માટે આજે હું બે શબ્દો લખી રહ્યો છું !
પ્ર. જી.માં જે ચારેક પટેલો (પ્રો. ચી. ના. પટેલ, ડૉ. અનામી, પ્રો. જશવંત શેખડીવાળા ને પ્રિ. ડો. બહેચરભાઈ આર. પટેલ) અવારનવાર લખતા થયા તેનું શ્રેય તેમની આ મૈત્રીભાવનાને ફાળે જાય છે. ડો. શાહ સાહેબ સર્વમિત્ર સમાન હતા. વર્ષોથી હું “પ્ર. જી.માં નિયમિત લખું છું એનું શ્રેય ડૉ. શાહ સાહેબને ફાળે જાય છે. આમ તો હું આચારવિચારે અર્ધા જૈન પણ ખરો. મારા દાદાના ગુરુ એક જૈનમુનિ હતા. જેનકવિ મલયચંદ્ર કૃત “સિંહાસન બત્રીસી' ઉપર મેં શોધ-પ્રબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી છે ને બીજા એક સારા જેન કવિ ઉદયભાનુના “વિક્રમચરિત્રરાસ'નું સંપાદન પણ કર્યું છે. દર માસની વીસમી કે બાવીસમી તારીખે “પ્ર. જી.”નો અંક આવે એટલે એક બેઠકે વાંચી હું નિયમિત રીતે મારો નિખાલસ પ્રતિભાવ દર્શાવતો હતો. આ નિમિત્તે મબલખ પત્ર-વ્યવહાર થયેલો. જેને ધર્મની પરિભાષાના કેટલાક શબ્દો સંબંધે વા કવિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org