________________
૨ ૨૬
ભુત ઉપાસક રમણભાઈ
અને કાવ્યસંગ્રહો અંગે હું એમને પૂછતો તે સત્વરે ખાત્રીપૂર્વક તેઓ આવશ્યક માહિતી મોકલી આપતા હતા.
તેઓ એક પ્રવાસ-વીર–બલકે વિશ્વ-પ્રવાસી હતા. “પાસપોર્ટની પાંખે'ના એમના ત્રણ ગ્રંથોમાંથી એકને “ગુજરાત સાહિત્ય અકાદમી'નું પારિતોષિક મળ્યું છે. એ ત્રણમાંથી એકની પ્રસ્તાવના પ્રો. ચી. ના. પટેલે, બીજાની મેં ને ત્રીજાની પ્રો. જશવંત શેખડીવાળાએ લખી છે. પ્રો. ચી.ના પટેલની પ્રસ્તાવનાનું શીર્ષક છે
સ્મૃતિની પાંખે', મારું છે “એક રમણીય ચેતોહર પ્રવાસગ્રંથ'. આ ઉપરાંત એમના ચારેક ગ્રંથોનું “અવલોકન' પણ મેં કર્યું છે. વિશ્વપ્રવાસી તરીકે તેમણે માનવતાની શોધ માટે, વિવિધરંગી પ્રજામાં રહેલા ચૈતન્યને સ્કુટ કર્યું છે.
ડૉ. શાહ સાહેબ એક સંનિષ્ઠ સંશોધક પણ હતા. લલિત તેમજ લલિતેતર સાહિત્યમાંનું એમનું પ્રદાન માતબરને નોંધપાત્ર છે. એકાંકીસંગ્રહ, જીવનચરિત્ર, રેખાચિત્ર, સંસ્મરણ, પ્રવાસ- શોધસફર, નિબંધ, સાહિત્યવિવેચન, સંશોધન-સંપાદન, ધર્મ- તત્ત્વજ્ઞાન, સંક્ષેપ, અનુવાદ, પ્રકીર્ણ-શીર્ષક નીચેનું લખાણ..એની સંખ્યા એમના આયુષ્ય-આંકને આંબવા જાય તેટલી છે.
એમના તત્ત્વજ્ઞાન-વિષયક લેખોમાં માનવતાકેન્દ્રી કર્મના અર્થઘટનનું સર્વત્ર દર્શન થાય છે. એ કેટલા બધા ગુણાનુરાગી હતા ને કેટલા બધા એમના મિત્રો ને સ્નેહી-સ્વજનો હતા તેની પ્રતીતિ તેમના અનેક લેખોમાં થાય છે.
ક્રિશ્ચીયાનિટી ને મુસ્લિમ ધર્મ વટાળ-પ્રવૃત્તિમાં માને છે. જેને ધર્મ, બૌદ્ધ ધર્મ ને હિંદુ ધર્મ એનાથી મુક્ત છે. જૈન ધર્મની આ એક ઉમદા માનવતાવાદી પ્રવૃત્તિ મને ખૂબ ગમે છે....પ્રતિવર્ષ સંઘના ઉપક્રમે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ગુજરાતની કોઈપણ માનવસેવાનું કામ કરતી દૂર દૂરની સંસ્થાઓને લાખોનું દાન આર્થિક સહાયરૂપે આપે છે. ધર્મવટાળ પ્રવૃત્તિ કરવાની નથી પણ પ્રેમ ને સેવાની આવી સર પ્રવૃત્તિઓ કરવાની આવશ્યકતા છે, જે જેન–સંઘની અનેક શાખાઓ કરી રહી છે. આ બાબતમાં ડૉ. શાહ સાહેબે મને ઉપકૃત કર્યો હતો.
વાત એમ હતી કે એકવાર મેં ટી.વી. ઉપર “મંથન' સંસ્થાની મેનાબા મૂક-બધિર કન્યા છાત્રાલયની બહેનોની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી..મારી શક્તિ અનુસાર મેં દાન તો કર્યું પણ એ સંસ્થાનાં મુખ્ય કાર્યકર્તા બહેનને પત્ર લખી મેં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા સારું દાન મેળવવાની ભલામણ કરી. એ બહેનને મેં શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું સરનામું આપ્યું ને એમની સંસ્થાનો, સંસ્થાની નાની-મોટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org