________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૨૭
પ્રવૃત્તિઓનો ખ્યાલ આપતો અહેવાલ ડૉ. શાહ સાહેબને મોકલી આપવાનું સૂચવ્યું ને આ સેવાભાવી, માનવતાવાદી સંસ્થાને મદદ કરવા ભલામણ પણ કરી. થોડાક સમયમાં જૈન સંઘની કારોબારીના કેટલાક સભ્યો એ સંસ્થાની મુલાકાત લઈ આવ્યા ને તે વર્ષે પર્યુષણ-પર્વ ટાણે એ સંસ્થાને આર્થિક સહાયની અપીલ કરી. મારી સ્મૃતિ પ્રમાણે લગભગ બાવીસ લાખની રકમ દાન રૂપે એકઠી થયેલી.
મારા સંવિદને ઉત્કટપણે સ્પર્શી ગયેલી કેટલીક મંગલ મૂર્તિઓમાં હું મારા પરમ સુહૃદ સ્વ. ડૉ. રમણલાલ સી. શાહનો પણ સમાવેશ કરું છું. વર્ષો પૂર્વે ‘મનીષા’ના સંપાદન ટાણે એમણે મારા એક સોનેટ માટે અનુમતિ માંગી ત્યારથી અમારા સંબંધના શ્રી ગણેશ મંડાયા તે એમના અરિહંતશરણ પામ્યા ત્યાં સુધી અકબંધ રહ્યા.
એમ. એ. સુધીની મારી એક તેજસ્વિની વિદ્યાર્થિનીને મારી પાસે પીએચ.ડી. કરવું હતું. મેં એને વીર નર્મદની યાદ આપે એવા નિત્શેથી ખૂબ પ્રભાવિત થયેલા, ઉદ્દામ વિચારક, ફિલસૂફ, નિર્ભીક પત્રકાર, સમાજસેવક, ગદ્ય-શૈલી-સ્વામી શ્રી વાડીલાલ મોતીલાલ શાહનો વિષય સૂચવ્યો. શ્રી ત્રિભુવનદાસ વીરજીભાઈ હેમાણી અને ડૉ. શાહ સાહેબના સાથ સહકારથી શ્રી સુધાબહેન પંડ્યા પીએચ.ડી. થયા. એમનો શોધપ્રબંધ પુસ્તક રૂપે પ્રગટ પણ થયો. આવા શોધપ્રબંધનું વેચાણ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં થાય એ સાવ સ્વાભાવિક છે. મેં ડૉ. શાહ સાહેબને પર્યુષણના પુણ્ય પર્વે એ શોધ-પ્રબંધના વેચાણ માટે વિનંતી કરી. જ્યારે મેં જાણ્યું કે શોધ પ્રબંધની લગભગ સાડા ચારસોથી ય વધુ નકલોનું વેચાણ થયું છે ત્યારે મારા આશ્ચર્ય ને આનંદનો પાર ન રહ્યો.
પ્રો. રા. વિ. પાઠક સાહેબનાં અર્ધાંગિની શ્રીમતી હીરાબહેન પાઠકે એસ.એન.ડી.ટી.માં ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રાધ્યાપિકા માટે અરજી કરેલી. ઈન્ટરવ્યુને થોડાંક દિવસની વાર હતી. એ દરમિયાન એમને એક પુસ્તકનું સંપાદન કરવાનું બાકી હતું. ઈન્ટરવ્યુ પહેલાં એ પુસ્તકનું સંપાદન થઈ જાય તો એમને ફાયદો થાય તેમ હતો. શ્રીમતી પાઠકે ડૉ. શાહ સાહેબની મદદ માગી. ઉમળકાપૂર્વક એમણે મદદ કરીને શ્રીમતી પાઠકનું સંપાદનનું કાર્ય સમયસર પૂર્ણ થયું.
ડૉ. રમણભાઈએ મને વડીલ શુભેચ્છક તરીકે સ્વીકાર્યો, સત્કાર્યો ને ‘પ્રબુદ્ધ જીવન'માં વર્ષોથી લખતો કર્યો. તેઓ ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી ખરા પણ પ્રેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org