________________
૨ ૨૮
શ્રત ઉપાસક રમણભાઈ ભાષામાં કહું તો મારા તો મંત્રી. મારા સેંકડો લેખોની ફાઈલ એમણે અપ-ટુ-ડેટ રાખી.
હું પીએચ.ડી. કરતો હતો ત્યારે મને મદદ કરવામાં મુખ્ય મુખ્ય વિદ્વાનો હતા, ડૉ. ભોગીલાલ સાંડેસરા, પંડિત બેચરદાસ દોશી, પ્રો. કેશવરામ કા. શાસ્ત્રી ને ડૉ. હરિવલ્લભ ભાયાણી. એ પછી મારે જ્યારે જ્યારે હસ્તપ્રતોની જરૂર પડતી ત્યારે ત્યારે હું મારા આ પરમ સુહૃદ ડૉ. શાહ સાહેબને તસ્દી આપતો. મને મદદ કરવામાં તેઓ “એવર રેડી” રહેલા. “સ્વાધ્યાય'માં મેં મલયચંદ્ર કૃત સિંઘલશી ચરિત (ઇ. સ. ૧૪૬૩.રચના સંવત ૧૫૧૯) નું સંપાદન કર્યું ત્યારે શાહ સાહેબ મને ઠીક ઠીક મદદ કરેલી. એમના સંવિદના ગળથુંથીના સંસ્કાર જ પરોપકારના હતા એની પ્રતીતિ મને અહર્નિશ થયા કરતી. આવા બે અક્ષરના અમૂલ્ય મિત્ર-રત્નને ખોઈને મેં શું શું નથી ગુમાવ્યું ?
નેવું વર્ષ રહેલા આ જેફને એવી પાકી શ્રદ્ધા હતી કે “પ્ર. જી.'માં ડૉ. શાહ સાહેબ મારી અવસાન નોંધ લખશે પણ વિધિની વકતા ને વિચિત્રતાની કોને ગતાગમ છે ? બે અક્ષરનું અણમોલ મિત્ર-રત્ન ગુમાવ્યાનો મને આજે તો રંજ
છે.
તા. ૧૮-૧૧-૨૦૦૫, શનિવારના રોજ ડૉ. ધનવંતભાઈ શાહે મને ફોન દ્વારા જણાવ્યું કે હાલ, સ્વ. રમણભાઈનું એક પુસ્તક નામે ‘વંદનીય હૃદયસ્પર્શ જે પ્રેસમાં છપાઈ રહ્યું છે તે, શાહ સાહેબનાં જીવનસંગિની ડૉ. તારાબહેનના જણાવ્યા પ્રમાણે મને “અર્પણ' કર્યું છે. આ સમાચાર જાણી કૃતજ્ઞતાભાવે મારું હૃદય ભરાઈ આવ્યું ને આંખો અશ્રુભીની થઈ. વયમાં તો હું ઠીક ઠીક મોટો પણ શાહ સાહેબની ઈન્ટર ડીસીપ્લીનરી સ્કોલરશીપ' મારાથી ઘણી બધી મોટી-ને છતાંયે એમનું મરણોત્તર પ્રકાશન મને “અર્પણ' કરવાનું આભિજાત્ય દાખવ્યું.
હૃદય માત્ર જાણે છે, પ્રીતિ-યોગ પરસ્પર'..એનું આ પ્રમાણ.
***
સતશ્રી અમારે માટે વિવિધ પ્રસંગો, સેમિનાર, જ્ઞાનસત્ર તથા સભાઓમાં એક શિરછત્ર સમા હતા. તેમની કારકિર્દી અમારે માટે પ્રેરણારૂપ હતી. અને અંગત રીતે અમને તેમના માર્ગદર્શનની ખોટ પડી છે.
|જવાહર પી. શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org