________________
શ્રત ઉપાસક રમણભાઈ
૨ ૨૯
વિધાપુરુષની વિદાય
| ડૉ. ગુણવંત શાહ પતિ વિદ્વાન હોય, પત્ની વિદુષી હોય અને દીકરી સંસ્કૃતમાં પ્રવચન કરે તેવી તેજસ્વી હોય એવા પરિવારો કેટલા ? સદ્ગત અમરભાઈ જરીવાળા દર વર્ષે સુરતમાં ત્રણેક દિવસ જ્ઞાનસત્ર યોજતા ત્યારે એકસાથે ડૉ. રમણભાઈ, તારાબહેન અને શૈલજાને મળવાનું બનેલું. તે દિવસથી મેં શૈલજાનું નામ નવું નામ “સંસ્કૃતા' પાડેલું. મુંબઈમાં જ્યારે પણ પર્યુષણ વ્યાખ્યાન માટે રમણભાઈ અને તારાબહેનને મળવાનું થતું ત્યારે હું અચૂક પૂછતોઃ “સંસ્કૃતા કેમ છે ? શું કરે છે ?' આમ વર્ષો સુધી ચાલ્યું તેથી હું એ તેજસ્વી દીકરીનું મૂળ નામ ભૂલી ગયેલો. ભાઈ અમિતાભનો પરિચય મને થયો ન હતો.
મુંબઈ જૈન યુવક સંઘની સુપ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળાનો ઈતિહાસ ભવ્ય છે. સગત પરમાનંદ કાપડિયા પછી સગત ચીમનભાઈ ચકુભાઈ શાહે એનું સુકાન સંભાળેલું. મુ. ચીમનભાઈની નિશ્રામાં એક-બે પ્રવચનો કરવાનું બન્યું ત્યારે મુ. રમણભાઈના સૌજન્યનો પરિચય થયેલો. વક્તા તરીકે મુંબઈમાં જાણીતો થયો તેનો ઘણો યશ મુંબઈ જૈન યુવક સંઘને જાય છે. જીવનમાં ઘણાં પ્રવચનો આપ્યાં, પરંતુ સૌથી વધારે પ્રવચનો મુ. રમણભાઈના અધ્યક્ષપદે યોજાયાં એમ કહી શકાય. પર્યુષણ વ્યાખ્યાનમાળાની ઊજળી પરંપરામાં સૌથી વધારે વખત આમંત્રણ પામનાર બિન જૈન વક્તા હોવાનો લાભ મને મળ્યો છે. મુ. રમણભાઈનો મારા પ્રત્યેનો પક્ષપાત એ માટે જવાબદાર ગણાય. એવા પક્ષપાતનું બીજું ઉદાહરણ પણ આપી જ દઉં. હું ઝાઝો જાણીતો ન હતો ત્યારે આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાં મારા નિબંધસંગ્રહ “રણ તો લીલાંછમ' ને મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ગુજરાતી પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં એમણે નિર્ણાયક ભૂમિકા ભજવેલી. આ વાતની જાણ મને પાછળથી બીજા કોઈએ કરેલી. એમનો સદુભાવ પણ મુખર ન હતો. મિત્ર ધનવંત શાહ સાવ સાચું કહે છેઃ “રમણભાઈના કયા ગુણોને યાદ કરીએ? જેટલા યાદ કરો એટલા આપણે સત્ત્વશીલ થતાં જઇએ.” તેઓ આદર્શ શ્રાવક હતા. શ્રાવક કોને કહેવાય ? શ્રાવક તે છે, જેનું મોટું શ્રમણ તરફ હોય. કંઈક આવી સમજણના આધારે કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org